Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રાજકોટનો પ્રિત કામાણી હિન્દી ફિલ્મ ''હમ ચાર''માં મુખ્ય ભૂમિકામાં

યુવા વર્ગને આકર્ષિત કરતી મિત્રતાને વધુ ગાઢ બનાવતી કથાઃ રાજશ્રી પિકચર્સ દ્વારા શુક્રવારે રિલીઝ

રાજકોટ તા.૧૩: પ્રીત કામાણી , તમે એને કરણ જોહરના સ્ટાર પલ્સ ઉપર પ્રસારિત થયેલ ઇન્ટરનેશનલ શો ''દિલ હૈ હિન્દુસ્તાની'' સીઝન-૧માં અને એ.આર.રેહમાન સાથે યુ ટ્યુબ ઉપર પ્રથમ શો એરાઈવ્ડને હોસ્ટ કરતો જોયો હશે ઉપરાંત ફકત ૨૪ વર્ષનો આપણો  ગુજરાતી યુવાન પ્રીતને તમે રોજ-બરોજ અનેક એડ ફિલ્મોમાં જોતા જ હશો તેમાં ખાસ કરીને મોસ્ટ ફેવરિટ બ્રાન્ડ કેડબરી, વોડાફોન, સેન્ટર ફ્રેશ, મેગી હીરો સ્કુટર, એપલ આઈ ફોન,સેમસંગ, મારુતિ અલ્ટો જેવી આશરે ૧૨૫થી પણ વધારે એડ ફિલ્મોમાં છેલ્લા ૧૪ વર્ષથી મુખ્ય ભૂમિકા કરતો આવ્યો છે.

આ પ્રીત એક મોસ્ટ પ્રોમિસિંગ એકટર  છે. ખુબ સારો એન્ટરટેઈનર પણ છે અને મોટીવેટર પણ છે. એમના વિષે થોડું વધારે જાણીએ હાલમાં હિન્દુસ્તાનનું સૌથી જૂનું અને મોટું પ્રોડકશન  હાઉસ રાજશ્રી પિકચર્સ કે જે સુરજ  બરજાત્યાનાના નેજા  હેઠળ ચાલતું અને ૫૮મી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યું છે. રાજશ્રી પિકચર્સ દ્વારા ફરી એક વખત એટલે કે પ્રેમ રતન  ધન પાયો ના ૩ વર્ષ પછી ફ્રેન્ડ્સ ને અનુરૂપ ફિલ્મ બનાવી છે જેમાં ૪ નવા કલાકારોને તક આપી છે અને પ્રીત આ ફિલ્મથી બોલિવૂડમાં પોતાનું  સ્થાન જમાવવા જઈ રહ્યો  છે. ફિલ્મ નું નામ છે ''હમ ચાર''.....

પ્રીતની જન્મભૂમિ રાજકોટ છે અને કર્મભૂમિ મુંબઈ છે. તમને ટાટા સ્કાયની કાશ્મીરી લવ સ્ટોરી વાળી  એડ યાદ જ હશે જે ૧૩ ભાગમાં બની હતી અને લોકોને એ બહુ પસંદ પડી હતી આ એ જ પ્રીત છે જે ભારતના  અન્ય એક મોટા બેનર યશરાજ ફિલ્મ્સની પ્રખ્યાત  કાસ્ટિંગ ડાયરેકટર શાનૂ શર્માના ધ્યાનમાં આવી ગયો અને એનું ડાન્સ, એકિટંગ અને અન્ય સ્કીલનો ટેસ્ટ લઈને શાનૂની સ્માર્ટ આંખે પારખી લીધો અને એક સાથે ૩ ફિલ્મનો કોન્ટ્રાકટ  સાઈન કરાવી લીધો સાથે  સાથે પ્રીતનું  ટેલેન્ટ મેનેજમેન્ટ સાંભળવાની જવાબદારી પણ યશરાજ  ફિલ્મ્સે ઉપાડી છે. આ સમય દરમ્યાન પ્રીતનું બેન્ડ  ''જમ્બો જટ્ટસ'' પણ  ''યુ ટ્યુબ'' ઉપર જમાવટ લઇ રહ્યું હતું અને યુવા લોકોને ખુબ પસંદ આવ્યું.

પ્રીત રાજકોટ થી મુંબઈ પહોંચ્યો તેની પણ રસપ્રદ વાત છે. પ્રીતના પિતા હરેન કામાણી  ગૌરવપૂર્વક આ વાત જણાવે છે કે પ્રીત જયારે ૪ વર્ષની ઉંમરનો હતો ત્યારથી જ એનામાં એકિટંગ નામનો કીડો સળવળી રહ્યો હતો. અનેક પ્રસંગોએ હિન્ટ મળતી રહી 

એમાં એક બે પ્રસંગ ટાંકતા કહે છે કે પ્રીત ને  જયારે કોઈપણ ફિલ્મ બતાડીએ એટલે બે -ચાર દિવસ એ ફિલ્મના કેરેકટરમાં ઘુસેલો રહેતો જેમ કે કુછ કુછ હોતા હૈ બતાડીએ એટલે પછી એ રાહુલ નામના કેરેકટરમાં ધુસી જતો અને રાહુલ જેવી જ હરકતો કરતો રહેતો પછી દીવાર ફિલ્મ દેખાડી તો અમિતાભ વાળા વિજય નામના કેરકટરમાં ધુસી જતો એવું વારંવાર બનવા લાગ્યું અને અંતે પિતાએ નક્કી કર્યું કે એને  એક ચોક્કસ પ્લેટફોર્મ નહિ આપું તો કદાચ અન્યાય થયો ગણાશે અને પરિવારે મુંબઈ તરફ મીટ માંડી અને શરુ થઇ એક બોર્ન એકટર માટે સ્ટારડમ મેળવવા માટેની યાત્રા ...મુંબઈમાં પ્રથમ વખત પેરેગોન શૂઝનું ઓડિશન આપ્યું અને તરત જ પસંદગી પામ્યો અને શરૂ થયું શૂટિંગ ત્યારે પરિવારમાં આનંદ છવાઈ ગયો અને એક પછી એક પ્રોજેકટ મળતા  રહ્યા અને લોકોમાં પ્રિય બની ગયો.

પ્રીતની મજાની વાત એ છે કે પોતે હાર્ડ વર્કિંગ વ્યકિત છે અને જે નક્કી કરે તેને પુરા આત્મ વિશ્વાસ સાથે આત્મસાત કરીને જ જંપે પરિણામે અનેક ડાયરેકટર્સનો પ્રિય બનવા લાગ્યો અને સામે થી નવી નવી ઓફર આવવા લાગી જેની વણઝાર હજી પણ સતત ચાલુ જ છે. સ્વભાવે ખુબ મળતાવડો, વિનયી , નિર્વ્યસની અને કામને પ્રામાણિકતા પૂર્વક ન્યાય આપવાના સંસ્કાર ને લીધે અનેક લોકોમાં પ્રિય બન્યો છે અને બહોળુ  મિત્ર વર્તુળ ધરાવતા આ ફુટડાં યુવાને એકિટંગને કેરિયર બનાવી એટલું જ નહિ પ્રીત ભણવામાં પણ અવ્વલ નંબર હાંસલ કર્યા  છે. જેમાં IGCSE (કેમ્બ્રિજ) બોર્ડની ગ્રેડ ૧૦ માં એને બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં ૧૦૦/૧૦૦ માકર્સ મેળવીને વર્લ્ડ ટોપ ટેન સ્થાન પ્રાપ્ત  કર્યું જેના પરિણામે તેની સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીમે પ્રીતને સાયન્ટિસ્ટ અથવા ડોકટર્સ બનવા માટે પ્રેરિત કર્યો પણ જે એકટર થવા જન્મ્યો છે એને કોઈ જ વાતમાં રસ પડ્યો નહિ અને બહુ સરળતાથી ૧૧માં ધોરણથી કોમર્સ અપનાવી ને મીઠીબાઇ ગ્રુપની UPG કોલેજમાં BMM કરવાનું શરુ  કર્યું અને ઉત્ત્।મ કક્ષાના માકર્સ સાથે માસ મીડિયા (એડવર્ટાઇઝિંગ) માં ડિગ્રી મેળવીમ આ  દરમ્યાન કોલેજના અનેક ફેસ્ટિવલ અને તમામ  પ્રવૃત્ત્િ।માં ભાગ લઈને દરેક કોમ્પિટિશનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને કોલેજ અને ટીમના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું અને પ્રખ્યાતિ પણ મેળવી...

અભ્યાસ કરતા કરતા પોતાની એડ ફિલ્મો કરવાની ચાલુ જ રાખી ઉપરાંત પિતાના વ્યવસાયમાં એડ ફિલ્મો લખીને ડિરેકશન પણ ૨૦ વર્ષની ઉંમરથી શરુ કરી દીધું હતું આ દરમ્યાન ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની સ્વચ્છ ભારત અભિયાન વિશેની એડ ફિલ્મ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં પ્રીતે લખેલ અને ડિરેકટ કરેલ ફિલ્મ ''તો કબ'' માટે કોન્સોલેશન એકસેલન્સ પ્રાઈઝથી દિલ્હીમાં આમંત્રણ આપીને નવાજવામાં આવ્યોમ

પ્રીતનો ઇન્ટરેસ્ટ અને અન્ય સ્કિલની વાત કરીએ તો નાનપણમાં નીકેલોડિયન ચેનલ ઉપર પ્રથમ વખત એનીમેટેડ કેરેકટર સાથે લાઈવ કેરેકટરે કામ કર્યું હોય તેવી પ્રથમ સિરિયલ ''જે બોલે તો જાદૂ'' અને હંગામા ચેનલ ઉપરની ''ઝોરાન'', ''શકિતમાન'' કે જેમાં સ્પેશિયલ એપિસોડ બનાવામાં આવેલ, અને ભગતસિંહ જેવા પાત્રો ભજવી ને લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને કરાટેમાં ''યલો બેલ્ટ'' મેળવ્યો ઉપરાંત ''સ્વિમિંગ''માં અને કે પ્રતિયોગિતા જીતી છે અને ''ઘોડેસ્વારી''નો શોખ ધરાવતા પ્રીત કામાણી પોતાના વ્યકિતત્વ ને આગવું સ્થાન આપ્યું છે.

હવે થોડું ફિલ્મ હમ ચાર વિષે જોઈએ તો રાજશ્રી હંમેશા એકદમ સ્વચ્છ અને પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતું નામ છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા ઉપર અને ટેલિવિઝન અને સિનેમા ધરોમાં આ ફિલ્મનું ટ્રેઇલર અને ગીતો સાંભળવા મળી રહ્યા છે ત્યારે આ ફિલ્મમાં કુલ ૪ નવા ચહેરા લોન્ચ થઇ રહ્યા છે. ઓલિયા, તુમ ઐસી કયો હો, મનમીત મેરે જેવા દમદાર ગીતો લોકોના હૃદયમાં અંકિત થઇ ચુકયા છે. આતીફ અસ્લમ અને મોહિત ચૌહાણ જેવા પ્રખ્યાત ગાયકોએ પોતાની ગાયકી આપીને ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા છે. આ ફિલ્મ   સ્ટુડન્ટ લવ સ્ટોરી પણ ડેડીકેટેડ લવ બતાડવામાં આવ્યો છે અને ફિલ્મનું નેરેશન પણ પ્રીત કામાણી ના અવાજમાં કરવામાં આવ્યું છે. જુના મિત્રો તાજા થાય અને નવા મિત્રોની અહેમિયત વિષે પ્રકાશ પાડતી આ ફિલ્મ જોવી જ પડશે.

આપણા આ ગુજરાતી અને બહુમુખી પ્રતિભા ધરાવતા યુવાનની મુવી 'હમચાર' પરિવાર અને મિત્રો સાથે જોવા જઈએ અને પ્રીતને ભવિષ્યમાં ખુબ સારી નામના અને સ્ટારડમ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા આપીએ.

આપ પણ harenkamani@gmail.com ઉપર શુભેચ્છા પાઠવી શકો છો.વધુ વિગત માટે મો. ૯૭૬૯૪૩૨૩૬૯ અથવા ૯૩૨૪૨ ૩૩૦૪૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(૧.૩૨)

(3:59 pm IST)