Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

દિલ્હીની હોટલમાં આગની દુર્ઘટના બાદ રાજકોટમાં ફાયર સેફટી અંગે તપાસ શરૃઃ નોટીસો અપાઇ

રાજકોટ તા. ૧૩ :.. દિલ્હીની હોટલમાં આગની દુર્ઘટના વખતે ફાયર સેફટીનાં સાધનોનો અભાવ હોવાનું ખુલ્યુ છે. ત્યારે રાજકોટમાં પણ આવી દુર્ઘટના વખતે અનિચ્છનીય ઘટનાં ન બને તે માટે ફાયર બ્રીગેડ વિભાગ દ્વારા મોટી હોટલો-શોપીંગ મોલ, સિનેમા ઘરોમાં ફાયર સેફટીનાં સાધનો અંગે ચેકીંગ શરૂ કરી અને ફાયર સેફટીનાં સાધનોનું એન. ઓ. સી. સર્ટી મેળવી લેવા નોટીસો આપવા તજવીજ હાથ ધરાઇ છે.

આ અંગે ચીફ ફાયર ઓફીસર શ્રી ઠેબએ જણાવ્યા મુજબ હાલ તુરંત બીગ બજારમાં ફાયર સેફટીનાં સાધનોનો અભાવ હોવાની ફરીયાદ મળતાં ત્યાં તપાસ શરૂ કરાઇ છે. ઉપરાંત જે જે હોટલોમાં ફાયર સેફટીનાં સાધનો નથી તેનો સર્વે થઇ રહ્યો છે.

(3:46 pm IST)