Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સ્મારકભવન-લાયબ્રેરીના લોકાર્પણની પત્રીકામાં ડો.બાબાસાહેબ આંબેડકર ભુલાયાઃ કોંગ્રેસ

સસ્તી પ્રસિધ્ધીની લ્હાયમાં શાસકો ભાન ભુલ્યાઃ સ્મારક ભવનનું કામ અધુરૂ હોવા છતાં લોકાર્પણની ઉતાવળ કરાઇઃ વશરામભાઇ, રવજીભાઇ, ગીતાબેન તથા સીમ્મીબેનનો આક્ષેપ

રાજકોટ, તા. ૧૩ : શહેરના વોર્ડ નં.૧૪માં આવેલ જીલ્લા ગાર્ડન ખાતે મ્યુ. કોર્પોરેશન દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક ભવન અને લાયબ્રેરી નિર્માણ પામેલ. આવતીકાલે લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવનાર છે. આ ભવનનું કામ અધુરૂ હોવા છતાં શાસકો દ્વારા લોકાર્પણ કરવામાં ઉતાવળ કરી હોવાનું અને આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ડો. બાબા સાહેબ આંબેડકરનો ફોટો ભૂલી ગયાનો આક્ષેપ વિપક્ષી નેતાવશરામભાઇ સાગઠીયા, કોંગી કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા, ગીતાબેન પુરબીયા, તથા શિમ્મીબેન જાદવ દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે વશરામભાઇ, રવજીભાઇ, ગીતાબેન તથા સીમ્મીબેન જાદવે જણાવ્યું હતું કે આવતીકાલે તા. ૧૪ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના સમારકનું અને લાયબ્રેરી જીલ્લા ગાર્ડનમાં નિર્માણ પામેલ લોકાર્પણ કરવામાં આવતા આ ભવનના નિર્માણ માટે પાંચ લોકોની કમીટી બનાવી હતી. તેના સુચનો પ્રમાણે કામ થવું જ જોઇએ, પરંતુ શાસકોએ આ કામ થવા દીધું નથી. કરોડો રૂપિયા ખર્ચયા ચૂંટણી નજીક આવતા કામ અધુરૂ હોવા છતાં લોકાર્પણ ઉતાવળ કરવામાં આવી છે તથા કાર્યક્રમના મુરાદ બર આવવા દીધી નથી તેમની જ પાસે ભૂલ કરાવે છે અને મોટામાં મોટી ભૂલ કે મૂલ્યાનો નિમંત્રણ પત્રિકામાં જેના નામનું સ્મારક-લાયબ્રેરી છે તેમનો જ ફોટો મૂકવાનું ભૂલી ગ્યાનો વશરામભાઇ સાગઠીયા, રવજીભાઇ ખીમસુરીયા, સીમ્મીબેન જાદવ અને ગીતાબેન પુરબીયા સહિતએ આક્ષેપ કર્યો હતો.

સ્મારકભવનના લોકાર્પણની આમંત્રણ પત્રીકામાં ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો છેઃ પદાધિકારીઓ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. ૧૪ ના જીલ્લા ગાર્ડન ખાતે નિર્માણ પામેલ ડો.બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવન તથા લાયબ્રેરીનું લોકાર્પણ આવતીકાલે મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની નિમંત્રણ પત્રીકામાં ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો મુકવામાં આવ્યો હોવાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું.

(3:45 pm IST)