Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ગીતા વિદ્યાલયના નિઃશુલ્ક સત્ય સાંઇ કલીનીકનો ૧૮માં વર્ષમાં પ્રવેશ : ર૧૬૦૦ દર્દીઓની સારવાર

રાજકોટ, તા. ૧૩:  જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં સત્ય સાઇ સેવા સમિતિના ઉપક્રમે છેલ્લા ૧૭વર્ષોથી સાપ્તાહિક નિઃશુલ્ક સત્ય સાઇ કલીનીકનું સંચાલન થાય છે જેમાં ડો. હર્ષાબેન વછરાજાની અને સમિતિના સ્વયંસેવકો સેવા આપે છે આ કલીનીકમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના દર્દીઓના દર્દનું નિદાન કરીને વિનામૂલ્યે દાવઓ આપવામાં આવે છે. દર્દીઓ સાજા ન થાય ત્યાં સુધી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

તા. ૧૦ ફેબ્રુઆરીઓ વસંતપંચમીના આ કલીનીકનો ૧૮માં વર્ષમાં પ્રવેશ થયો છે. ઇ.સ. ર૦૦રમાં બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજની પૂણ્યસ્મૃતિમાં શરૂ થયેલા આ સત્ય સાઇ કલીનીકમાં છેલ્લા ૧૭ વર્ષોમાં ર૧૬૦૦ થી વધુ દર્દીઓને નિઃશુલક સારવાર મળી છે. આજે જયારે તબીબી સારવાર અત્યંત ખર્ચાળ બની ગઇ છે ત્યારે આ નિઃશુલ્ક સારવારના સેવાયજ્ઞની ૧૭ વર્ષોની સેવાયાત્રા માટે સત્ય સાઇ સેવા સમિતિને બિરદાવીને ગીતા મંદિર ટ્રસ્ટ, ગીતા ભવન જામનગર, જીવન મુકતેશ્વર આશ્રમ ધારી, દિવ્ય જીવન સંધ, શિવાનંદઆશ્રમ અમદાવાદ, જીવનમાંગલ્ય ટ્રસ્ટ, જાગૃત નાગરિક મંચ, કસ્તુરબા આશ્રમ ત્રંબા, જાગનાથ મંદિર, ગુરૂદત્ત ગિરનારી આશ્રમ ટ્રસ્ટ કુવાડવા ગીતા વિદ્યાલય પરિવાર વગેરેએ અભિનંદન પાઠવીને આ ઉમદા સેવાકાર્ય માટે પ્રોત્સાહક શુભકામનાઓ પાઠવી છે તેમ ગીતા વિદ્યાલય ટ્રસ્ટનાં સંચાલક ડો. કૃષ્ણકુમાર મહેતાની યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)