Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

વોર્ડ નં.૧૮માં અનેક સ્થળોએ ગેરકાયદે બાંધકામો ધમધમે છેઃ સામ્યવાદી પક્ષ

૫૦ ફુટ રોડ સહિતનાં વિસ્તારોમાંથી ગેરકાયદે બાંધકામો દૂર કરોઃ લાલન શર્મા

રાજકોટ તા.૧૩: શહેરનાં વોર્ડ નં. ૧૮માં અનેક સ્થળોએ ગેરકાયદે બાંધકામો ધમધમતા હોવાની રજુઆત ભારતનાં સામ્યવાદી (માર્કસવાદી) પક્ષનાં શહેરમંત્રી લાલન શર્મા દ્વારા કમિશનરને કરવામાં આવી છે.

આ અંગે તેઓએ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે વોર્ડ નં. ૧૮નાં સર્વે નં. ૩૦૨, ૫૦ ફુટ રોડ પર ગેરકાયદેસર રીતે મકાનોનું બાંધકામ ચાલુ છે. ત્યારે આ ગેરકાયદે બાંધકામ રોકવામાં નહીં આવે તો ૨૦મીએ વિરોધપ્રદર્શન કરાશે તેવી ચિમકી આવેદનમાં ઉચ્ચારાઇ છે.

કોઠારીયા-વાવડીમાં સુવિધા આપો

આ ઉપરાંત શહેરનાં વોર્ડ નં. ૧૮ અને ૧૨માં આવતા કોઠારીયા વાવડી વિસ્તારમાં રોડ ,૫ાણી, ગટર, સ્ટ્રીટલાઇટ સહિતની પ્રાથમિક સુવિધા આપવા અંગે પણ આવેદનપત્ર પાઠવી અને સામ્યવાદી પક્ષે ઉગ્ર રજુઆતો કરી હતી.

(3:43 pm IST)