Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રૂ. નવ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને ૧૮ લાખ વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૧૩ : ચેક રિટર્ન કેસમાં અદાલતે  આરોપીને  બે વર્ષની  સજા ફટકારીન ે ફરીયાદીને ૧૮ લાખનું વળતર બે  માસમાં ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

આ  અંગેની  વિગત એવી છે કે, રાજકોટ  ચંદન  પાર્ક શેરી નં.-૮  કીડવાઇનગર રાજકોટમાં  રહેતા અને  નિવૃત જીવન જીવતા ફરીયાદી ભરત  દુર્ગાશંકર પુરોહિત દ્વારા  નાના મોૈવા રોડ, કર્મચારી સોસાયટીમાં રહેતા  મહેશ   વિઠ્ઠલભાઇ  ભરખડા ફરીયાદીના મીત્ર  હોય અંગત જરૂરિયાત ઉભી થતા ફરીયાદી પાસેથી સંબંધના નાતે આરોપી અ ે કટકે કટકે નવ લાખ રૂપિયા હાથ ઉછીના  લીધેલ તે પૈકી પાંચ ચેકો લખી રકમ પેટે આપેલ અને ત્યારે વચન અને વિશ્વાસ  આપેલ હતા  કે તમામ ચેકો બેંકમાં નાખશો ત્યારે તેઓની કાયદેસરની રકમ મળી જશે તેમ જણાવેલ હતું.

ફરીયાદી ભરતભાઇને આરોપીએ  HDFC બેંકના પાંચ ચેકો કુલ રૂ.૯ લાખના બેંકમાં વટાવવા નાખતા તા. ૧૧/૬/૧૫ ના રોજ તથા ૧૨/૬ ના રોજ ચેક ''ઇન સફીસીયન્ટ બેલેન્સના શેરા સાથે વગર વટાવાયે  પરત ફરેલ હતા. કાયદેસરનુ ં લેણું વસુલવા  ફરીયાદીએ નોટીસ મોકલી અને લેણી રકમ માંગેલ, પરંતુ આરોપીએ નોટીસ બજી જવા છતાં પણ લેણી રકમ ચુકવવાની દરકાર કરેલ ન હતી, તેથી ફરિયાદીએ કોર્ટમાં  નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ  વળતર મેળવવા દાદ માંગેલ અને મોૈખીક તથા દસ્તાવેજી પુરાવા રજુ કરેલ હતા.

આ કેસ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ  અમલાણીની  કોર્ટમાં ચાલી જતા બંને પક્ષકારોના મોૈખીક તથા દસ્તાવેેજી પુરાવાઓ ધ્યાને લેેતા તમામ તત્વો સાબીત કરવામાં ફરીયાદી પક્ષ સફળ થયેલ હોય આરોપીને  કલમ ૧૩૮  મુજબ દોષીત ઠરાવી શકાય તેમજ ફરિયાદી તરફે કાયદેસરનું  લેણું, નોટીશ  સમય મર્યાદામાં રજુ  થયેલ  અને મોૈખીક  દસ્તાવેજી પુરાવાથી સંપુણ ર્ સમર્થન મળેલ છે. અને નેગોશીયેબલ એકટની કલમ ૧૩૮ નો ગુન્હો પુરવાર કરે છે.

આ  કામે આરોપી  મહેશ વિઠ્ઠલભાઇ ને બે વર્ષની સાદી કેદ તથા રૂ. ૧૮ લાખ ફરીયાદીને બે માસમાં ચુકવી આપવાનો હુકમ  કરેલ અને  વળતરની  રકમ ચુકવવામાં નિષ્ફળ ગયે આરોપીએ વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ.

આ કામમાં ફરીયાદી તરફે એડવોકેટ તરીકે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગોૈતમ પરમાર,વિજય પટેલ, કલ્પેશ નસીત, સુમીત વોરા, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, અમૃતા ભારદ્વાજ, તારક સાવંત, ગોૈરાંગ ગોકાણી રોકાયા હતા.

(3:43 pm IST)