Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

થોરાળાના તોૈફિકનું સિવિલ હોસ્પિટલમાંથી અપહરણઃ કાળીપાટ લઇ જઇ બેફામ ધોલાઇ

ટ્રોમા સેન્ટરમાં કામ કરતી મહિલા સાથે પ્રેમસંબંધ હોઇ તેણીએ મળવા બોલાવ્યા બાદ તેના બે ભાઇઓ આવી ગયા ને ઉઠાવી જઇ લમધારી ધમકી દીધાનું યુવાનનું કથન

રાજકોટ તા. ૧૩: નવા થોરાળા શેરી નં.૧માં રહેતાં અને કારખાનામાં કામ કરતાં પીંજારા યુવાન તોૈફિક સલિમભાઇ ઓડીયા (ઉ.૨૩)ને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસેથી ખોડિયારપરાના બે ભાઇઓ જયસુખ અને દિપક હરિજને એકટીવામાં બેસાડી કાળીપાટ ગામે ખાણમાં લઇ જઇ ધોકા-પાઇપથી બેફામ મારકુટ કરી છેલ્લે થોરાળા પાસે છોડી મુકી સાંજે સાત વાગ્યે ફરીથી આવી જવાની ધમકી આપ્યાનો બનાવ બનતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે હોસ્પિટલના બિછાનેથી તોૈફિકે કહ્યું હતું કે તે કારખાનામાં કામ કરે છે. અગાઉ પોતાની સાથે જ કારખાનામાં શારદા નામની હરિજન મહિલા કામ કરતી હતી એ કારણે બંને વચ્ચે બે વર્ષથી ઓળખાણ છે. હાલમાં શારદા સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં સફાઇ કામ કરે છે. ગઇકાલે તેણીએ પોતાને મળવા બોલાવતાં પોતે સવારે આઠ વાગ્યે સિવિલ હોસ્પિટલે આવ્યો હતો. ત્યારે તેણીએ થોડીવાર રાહ જોવા કહ્યું હતું. એ પછી તેના બે ભાઇઓ આવી ગયા હતાં અને ટ્રોમા સેન્ટર પાસે જ પોતાને ધોલધપાટ કરી કાળીપાટ લઇ જઇ ત્યાં બે જણાએ પકડી રાખ્યો હતો અને આ બંને ભાઇઓએ ધોકા-પાઇપ-છરીથી હુમલો કરી માર માર્યો હતો. છેલ્લે બપોરે બારેક વાગ્યે થોરાળા પાસે ઉતારી મુકી સાંજે ફરીથી આવી જવા ધમકી આપી હતી. તોૈફિકના આ કથન અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)