Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રેલનગરના કમલેશ ત્રિવેદીનો આર્ર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

એકનો એક આધારસ્તંભ ગુમાવતાં વૃધ્ધ પિતા શોકમાં ગરક

રાજકોટ તા. ૧૩: રેલનગરમાં પેટ્રોલ પંપ સામે આવેલા આવાસ યોજના કવાર્ટર બી-૧૪માં રહેતાં કમલેશ સુધીરભાઇ ત્રિવેદી (ઉ.૨૫) નામના બ્રાહ્મણ યુવાને ગત બપોરે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ રાત્રીના તેનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદી અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ કદવાલા, બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કમલેશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને પિતા સાથે જ કલર કામની મજૂરી કરતો હતો. તેના માતા હયાત નથી. આર્થિક ભીંસને કારણે આ પગલું ભર્યાની શકયતા પોલીસને જણાઇ રહી છે. આધારસ્તંભ સમા દિકરાના આ પગલાથી વૃધ્ધ પિતા શોકમાં ગરક થઇ ગયા છે.

(3:33 pm IST)