Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જીલ્લાના પ્રાથમીક શાળાના શિક્ષકો પાસેથી વધારાની કામગીરી ન કરાવો :બાળકોના ભવિષ્ય ઉપર અસર પડે છે : આવેદન

રાજકોટ તા ૧૩ બહુજન  સમાજ પાર્ટીએ કલેકટરને આવેદન પાઠવી શહેર અને જીલ્લામાં પ્રાથમીક શાળાના શિક્ષકો પાસેથી  શિક્ષણ સિવાયની  અન્ય કામગીરી થતી  હોય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડા  થતા હોય પગલા ભરવા માગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે , જીલ્લાના પ્રાથમીક  શાળાના શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની અન્ય કામગીરી જેવી કે બી.એલ.ઓ., ખેડુતો પાસેથી ૨૦૦૦ જમા કરાવવાની કામગીરી, દરવર્ષે નવા નવા સર્વે કરાવવાની કામગીરી, દરેક પ્રકારના ઉત્સવોની  વિવિધ  પ્રકારની કામગીરી કરાવવી  તથા  વિવિધ  પ્રકારના કાર્યક્રમોમાં બસમાં  કંડકટરની ભુમીકા  નીભાવવી જેવી કામગીરી  લેવાથી ગ્રામ્ય વિસ્તારના શ્રમજીવી પરીવારના  બાળકોના અભ્યાસ ઉપર ગંભીર અસર પડે છેેે. જે  નુકશાન પૈસાથી ભરપાઇ થઇ શક ેતેમ નથી.જિલ્લા પંચાયત ચોક રાજકોટમાં  જિલ્લાના  પ્રાથમીક શિક્ષક સેવા સંઘ દ્વારા એક દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેનો બહુજન સમાજ પાર્ટી રાજકોટ  દ્વારા ટેકો જાહેર કરવામાં આવે છે.

ઉપરોકત કાર્યક્રમમાં બહુજન સમાજ પાર્ટીના અર્જુનભાઇ ચોૈહાણ, અજય સારીખડા, શ્રી પ્રકાશ ચાવડા, વરજાંગ સોહલા, અશ્વીનભાઇ ચોૈહાણ, જોગાભાઇ રાતડીયા, આશીક તંબોલ, જયંતીભાઇ સોલંકી,  શરદભાઇ સરૈયા,  બહુજન  સમાજ પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા  હતા.

(3:30 pm IST)