Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ન્યારામાં રાજકોટ ગ્રામ્ય પ્રાંતનું ચેકીંગઃ સરપંચ કચેરી બંધઃ તલાટી ''ઘેરહાજર'': નોટીસ

તલાટી સામે શિસ્ત ભંગ સહિતના કડક પગલા ભરવા PPO ને ભલામણ : પી.એમ કિસાન યોજના અંગે ચેકીંગ માટે ડો. ઓમપ્રકાશ દોડી ગયા'તા..

રાજકોટ તા.૧૩ : રાજકોટ શહેર-જીલ્લામાં હાલ વડાપ્રધાન કિસાન યોજના અંગે કામગીરી ચાલી રહી છે, દરેક ગ્રામપંચાયતની કચેરીમાંથી ખેડુતોને ફોર્મ આપવાના હોય છે.આ યોજના સંદર્ભે આજે રાજકોટ ગ્રામ્ય પ્રતિ ડો. ઓમપ્રકાશે  પડધરીના ન્યારા ગામે ચેકીંગ કરતા ત્યાંની સ્થિતિ જોઇ ચોંકી ઉઠયા હતા.

ન્યારાની ગ્રામ પંચાયત કચેરી-ઓફીસ બંધ હતી, તલાટી હાજરને બદલે ગેરહાજર કે ઘેર હાજર હતા.પરીણામે તમામ વિગતો લઇ પ્રાંત અધીકારીએ બંદરકારી દાખવનાર તલાટીને ગેરહાજરી બદલ નોટીસ ફટકારી છે, અને ડીડીઓને રીપોર્ટ કરી તલાટી સામે શિસ્તભંગના અને કડક પગલા ભરવા ભલામણ કરી છે.

(3:30 pm IST)