Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

૫૦,૦૦૦ સુધીનો વેરો બાકી રાખનારાના નળ કપાશેઃ સોમવારથી ઝુંબેશ

છેલ્લા ૧૨ દિવસની કડક વેરા વસુલાતમાં તંત્રએ ૮.૮૭ કરોડ ભેગા કર્યા : ૧ લાખ સુધીનાં ૬૪૦ બાકીદારોનાં મકાનો સીલઃ ૧પ૧૦ મકાન ધણીને નોટીસો ફટકારાઇઃ આજે સેન્ટ્રલ ઝોનમાં ૧૧ મિલ્કતો સીલ કરાઇઃ વેસ્ટ ઝોનમાં ર મિલ્કતો સીલ કરાઇ

રાજકોટ તા. ૧૩ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા વેરાનાં બાકીદારો સામે કડક વેરા વસુલાત ઝૂંબેશ હાથ ધરાઇ છે. જે અંતર્ગત હાલમાં ૧ લાખથી ઉપરનો વેરો બાકી રાખનારાઓની મિલ્કતો સીલ કરવાની ઝૂંબેશ ચાલુ છે ત્યારે હવે સોમવારથી પ૦ હજાર સુધીનો વેરો નહી ભરનારાનાં નળ કનેકશન કાપવાની ઝુંબેશ શરૂ કરાશે.

આ અંગે આસીસ્ટન્ટ કમિશનરશ્રી કગથરાનાં જણાવ્યા મુજબ આગામી સોમવારથી રૂ. પ૦ હજારથી વધુનો વેરો બાકી રાખનારા ૧૦૩૧પ જેટલાં રહેણાંક મકાનોનાં  નળ કનેકશન ઉપર કરવત ફેરવવાની ઝૂંબેશ શરૂ કરાશે.

શ્રી કગથરાએ જણાવ્યું હતું કે છેલ્લા ૧ર દિવસથી ૧ લાખ સુધીનાં બાકીદારોની મિલ્કત સીલિંગની ઝૂંબેશ અસરકારક રહી છે. આ ૧ર દિવસમાં કુલ ૬૪૦ મિલ્કતો સીલ કરાઇ છે. અને ૧પ૧૦ જેટલા મકાનધણીઓનો મીલ્કત જપ્તીની નોટીસો અપાઇ છે. જેનાં કારણે તંત્રને ૯.૮૭ કરોડની આવક થઇ છે.

આજે ૧૧ મીલ્કતો સીલ કરાઇ

આ ઉપરાંત આજે સેન્ટ્રલ ઝોનમાં ગોંડલ રોડ, જાગનાથ, કરણપરા, નહેરુનગર, અટીકા સહિતનાં વિસ્તારોમાં કુલ ૧૧ મિલ્કતોને સીલ લગાવી ૧૧.૧ર લાખની વસુલાત આપેલ જયારે વેસ્ટ ઝોનમાં સાધુ વાસવાણી રોડ પર આદિત્ય ડેવલોપર્સની ર પ્રોપર્ટીને સીલ કરાઇ હતી. અને ૧૪.૭૦ લાખની વસુલાત કરાઇ હતી.

(3:55 pm IST)