Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં ૩ વર્ષથી ફરાર મહેશ પકડાયો

તાલુકા પોલીસે મહેશ સોમાણીને લોઠડાથી ઝડપી લીધો

રાજકોટ, તા. ૧૩ : રાજકોટની ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર શખ્સને તાલુકા પોલીસે લોઠડા ગામમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રી તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે.એસ. ગેડમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપતા તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી. ડામોર, પીએસઆઇ એન.કે. રાજપુરોહિત તથા એએસઆઇ હર્ષદસિંહ, નગીનભાઇ, અરજણભાઇ, અશોકભાઇ, વિરેન્દ્રસિંહ તથા જયંતીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઆઇ રાજપુરોહિત તથા કોન્સ. વિરેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે મહેશ નરશીભાઇ સોમાણી (ઉ.વ.ર૪) (રહે. લોઠડા)ને લોઠડા ગામમાંથી ઝડપી લીધો હતો. ત્રણ વર્ષ પહેલા ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી મહેશ સોમાણી ભગાડી અપહરણ અને પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. (૮.૯)

(11:28 am IST)