Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જાતને ઉજવી લેવાનો ઉત્સવ એટલે માટીનો માણસઃ ડો.નિમિત ઓઝા

નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા પુસ્તક પરબમાં 'માટીનો માણસ' ભાવયાત્રા કરાવાયી

રાજકોટ : સામાજીક ઉત્તરાદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા પુસ્તક પરબના કીડનીના સર્જન અને હૃદયથી સર્જક ડો.નિમિત ઓઝાનું જ પુસ્તક 'માટીનો માણસ'ની ભાવયાત્રા ખુદ તેમના દ્વારા જ બેન્કની રાજકોટની હેડ ઓફિસ અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલયમાં રજુ કરવામાં આવી. ડો.નિમિત્ત ઓઝાએ વકતવ્યમાં જણાવેલ કે આ અહી પહોંચ્છા પછી એટલુ સમજાય છે કોઇ કાંઇ કરતુ નથી આ બધુ તો થાય છે. બા થી બાબા સુધી અર્થાત આઇથી સાંઇ સુધી લઇ જાય છે તે વાહન એટલે માટીનો માણસ. સાંઇનો અર્થ આપણુ હોવુ તે થાય છે. આપણામાં રહેલો ડર એટલે માટીનો માણસ. માટીનું આ શરીર લઇને આપણે વરસાદના શહેરમાં રહીએ છીએ. હે ઇશ્વર કયારે થશે તને ભાન એટલુ, તારા જેવો કુંભાર અને આટલુ તકલાદી માટલુ. આવનારી પળમાં આપણા હૃદય ધબકવુ ગમશે કે કેમ અને આપણે વાત કરીએ છીએ અનલીમીટેડ ૪જી ડેટાની. જાતને ઉજવી લેવાનો ઉત્સવ એટલે આ માટીનો માણસ. પોતાની હાજરીને પોતાની હયાતીને ઢોલ-નગારા સાથે ઉજવવાનો ઉત્સવ એટલે આ માટીનો માણસ. આ પુસ્તક પરબમાં વિશેષ નલીનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પુર્વ વાઇ ચેરમેન-ડીરેકટર), હરીભાઇ ડોડીયા (ડિરેકટર), ઘનશ્યામભાઇ ઢોલરીયા (ડિરેકટર), કીર્તીદાબેન જાદવ (ડિરેકટર), હરકિશનભાઇ ભટ્ટ (સીઇઓ), વિનોદ શર્મા (જનરલ મેનેજર), વિવિધ શાખા વિકાસ સમિતિના કન્વીનર, સહ કન્વીનર, સદસ્યો, ડેલીગેટ, વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લી.માંથી દમયંતિબેન દવે (ચેરપર્સન), આમંત્રિતો-નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડો.નિમિત ઓઝાનું પુસ્તક-ખાદીનો રૂમાલ અને સ્મૃતિ ભેટ આપી નલીનભાઇ વસાએ સન્માન કર્યુ હતુ. કાર્યક્રમનું સરળ, સફળ અને મનનીય સંચાલન કવયિત્રિ-સીએ, સ્નેહલ તન્નાએ કર્યુ હતુ

(4:37 pm IST)
  • મેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST

  • ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST