Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

વોર્ડ નં. ૪ માં દલીત વિસ્તારો વિકાસ વગરનાં: ન્યાય માટે લડવા અપક્ષ કિશોરભાઇની ખાત્રી

રાજકોટઃ વોર્ડ નં. ૪ ની પેટા ચુંટણીમાં અપક્ષ તરીકે ઝુકાવનાર સામાજીક કાર્યકર કિશોરભાઇ જાદવે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આઝાદી પછી લોકસભા વિધાનસભા મહાનગર પાલીકાની અનેક ચુંટણી આવી વોર્ડ નં. ૪ ના દલીત, પીડીત, શોષીત ગરીબ સમાજના લોકોએ વિશ્વાસથી કોંગ્રેસ અને ભાજપ પાર્ટીઓને ખોબલે ખોબલે મતો આપ્યા પણ દલીત સમાજના વોર્ડ નં. ૪ ની સમસ્યાનો ઉકેલ આવ્યો નહી. દલીત પીડીત શોષીત, ગરીબ સમાજના મતો મેળવી ભાજપ-કોંગ્રેસ સતાના સુત્રો સંભાળે છે પછી સતામાં બેસીને દલીતોના પ્રશ્નો ભુલી જાય છે. ખોટા વચનો આપીને પછી ઇમાનદારીથી પ્રજાના પડતર પ્રશ્નો હલ વોર્ડ નં.૪ના પડતર પ્રશ્નો આપણી સામે છે. હવે સમય આવી ગયો છે. કોંગ્રેસ-ભાજપને જાકારો આપવાનો (કોંગ્રેસ-ભાજપ કો ભગાયેગે નયી રોશની લાયેગે) વોર્ડ નં.૪ની પ્રજા પરિવર્તન ઇચ્છે જેથી આપણી મતની કિંમત થાય અને દલિત, પીડિત, શોષિત ગરીબ પ્રજાનો ઉદ્ધાર થાય તેવો હેતુથી આપણે જ પરિવર્તન લાવવું પડશે. વોર્ડ નં.૪માં ખુલ્લો વોંકળો, પછાત વિસ્તારના પ્રશ્નો માટે હું હંમેશા શાસન-પ્રશાસન સામે ઝજૂમતો આવ્યો છું. દલિત સમાજના સંગઠનો, વિસ્તારવાસીઓના તથા મિત્ર સર્કલ વડીલોના આશિર્વાદથી પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારથી ફોર્મ ભરેલ છે. મારૂ નિશાન ટ્રેકટર ચલાવતો ખેડૂત છે. વોર્ડ નં.૪ની પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજેતા બનાવશો તેવી અપીલ છે.  આ શુભેચ્છા મુલાકાત દરમિયાન કિશોરભાઇ, મુળજીભા પી. મકવાણા, રાજેશ એમ. રાઠોડ, હસમુખ આર. પરમાર, મકવાણા દિપક એ., કમલેશભાઇ વાઘેલા, સાગર કરમશીભાઇ જાટ, કાન્તીલાલ એમ. રાઠોડ, સતીષ એ. સોલંકી વગેરે સાથે હતાં તે વખતની તસ્વીર (તસ્વીર- સંદીપ બગથરીયા)

(4:35 pm IST)
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST