Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

૧ાા લાખનું દેણું થતા શોરૂમ તોડી કપડા ચોર્યા'તાઃ ભાગવા માટે બસ પકડે એ પહેલા પોલીસે પકડયા

યાજ્ઞિક રોડના શો રૂમમાં થયેલી ચોરીનો પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલી એમ.પી.ના ગોરધનલાલ અને કૃષ્ણનંદલાલને દબોચ્યા

રાજકોટ તા.૧૩ : યાજ્ઞીક રોડ પર આવેલ એડયુલીવ મેન્સવેર સીલેકશનમાં ચાર દિવસ પહેલા દોઢલાખના કપડાની થયેલી ચોરીનો પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલી નાખી મધ્યપ્રદેશના બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા જોઇન્ટ કમિશનર ભટ્ટ તથા ડીસીપી કરણરાજ વાઘેલા તથા એસીપી હર્ષદ મહેતાની સુચનાથી પ્ર.નગર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. પી.બી.સાપરાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પી.એસ.આઇ. એમ.જ.ેરાઠોડ, અને એએસઆઇ સુરેશભાઇ જોગરાણા, હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, અજીતસિંહ પરમાર, અરવિંદભાઇ મકવાણા, જયદેવભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહીલ, હેમેન્દ્રભાઇ વાઘીયા તથા મનજીભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મોટી ટાંકી ચોક પાસે બે શખ્સોને શંકાના આધારે રોકી તલાશી લેતા બંને પાસેથી  એક થેલો અને બે બેગમાં તલાશી લેતા નવ જીન્સ અને ર૦ જેટલા શર્ટ મળી આવ્યા હતા બંનેની પુછપરછ કરતા બંનેએ ચાર દિવસ પહેલા યાજ્ઞીક રોડ પર એકસકલુઝીવ સેન્સવેર સીલેકશન નામના શોરૂમમાંથી ચોર્યાની કબુલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. દોઢ લાખનું દેણું થતા શોરૂમમાં કપડાની ચોરી કરી વેંચી નાખવાનો બંનેનો ઇરાદો હતો બંને મધ્યપ્રદેશ ભાગે તે પહેલાજ પ્ર.નગર પોલીસે પકડી લીધા હતા આ. બંનેને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે.

જયારે બીજા બનાવામાં પ્ર.નગર પોલીસના ઇન્ચાર્જ પી.આઇ.પી.બી. સાપરાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન અરવિંદભાઇ તથા અજીતસિંહને મળેલ બાતમીના આધારે શ્યામ ઉર્ફે સામત નારણભાઇ ડાભી (ઉ.૩૬) (રે. સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક પીપળીયા હોલ પાસે) ને જીજે-૧એ વી.૭૦ર કિંમત રૂ. રપ૦૦૦ની ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.

(4:14 pm IST)
  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST

  • આલેલે!! વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ!! : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST