Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સ્વીગીનો ડિલીવરી બોય મોબાઇલમાં તિનપત્તીનો જૂગાર રમતાં પકડાયો

મોટી ટાંકી ચોકમાં ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૧૩ઃ મોટી ટાંકી ચોકમાં મેડિકલ સ્ટોર પાસેના રોડ પરથી મોબાઇલ ફોનમાં આઇડી પર તિનપત્તીનો જૂગાર રમતાં નૈમિષ કેતનભાઇ રાજદેવ (ઉ.૩૨-રહે. જાગનાથ પ્લોટ, હીરાપન્ના કોમ્પલેક્ષ સામે, જીતેન્દ્ર ડાઇનીંગ હોલ ઉપર)ને ક્રાઇમ બ્રાંચના કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લઇ રૃા. પાંચ હજારનો ફોન કબ્જેક રી તેણે કોની પાસેથી આઇડી લીધી છે? તેની તપાસ હાથ ધરાઇ છે.

 સીપી, જેસીપી, ડીસીપી, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વનરાજસિંહ જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ, જયેશભાઇ, હિતેન્દ્રસિંહ, હેડકોન્સ. ભરતસિંહ, મહેશભાઇ, જયદિપસિંહ, શકિતસિંહ સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલો શખ્સ નૈમિષ સ્વીગી કંપનીમાં ફૂડ ડિલીવરીબોય તરીકે કામ કરે છે.

(5:02 pm IST)