Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

દાન લેવા નહિં દાન આપવા મંડપ

 શહેરમાં પ્રથમ એવો મંડપ નાખવામાં આવ્યો છે કે જે મકરસંક્રાંતિના દિવસે દાન લેશે નહિ-દાન આપશે. ગરીબ વિધવા-ત્યકતા બહેનો અને અશકત વૃધ્ધોને આજીવન દતક લેવામાં આવશે અને જીવનભર માસિક પેન્શન અને અનાજની મદદ પૂરી પાડવામાં આવશે. છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત રજીસ્ટર્ડ ટ્રસ્ટ 'શ્રીરામ ટ્રસ્ટ અને આર. કે. પટેલ લો ફર્મ' દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રે સામાજિક સેવાઓ આપવામાં આવી રહી છે. ટ્રસ્ટના પ્રેસીડેન્ટ અને લો ફર્મના ચેરમેન આર. કે. પટેલ (એડવોકેટ) જણાવે છે કે, વીરપુર શ્રી જલારામબાપા મંદિર સંસ્થામાંથી પ્રેરણા લઇને અમે સામાજિક સેવાઓ ચલાવવા માટે આટલા વર્ષોમાં કયારેયપણ રોકડ રકમ દાનમાં સ્વીકારતા નથી. ઇશ્વરની અસીમ કૃપાથી સેવાઓ કોઇપણ દાતા સેવા આપવા ઇચ્છે તો ફકત કાચું સિધ્ધુ-અનાજ લેવામાં આવે છે. સંસ્થાની ગરીબ વિધવા-ત્યકતા બહેનો અને અશકત વૃધ્ધોને આજીવન દતક લેવાની સેવાઓ છેલ્લા પ વર્ષથી કાર્યરત છે અને અન્નક્ષેત્ર, ગરીબ દર્દીઓ માટે મેડીકલ સેવાઓ-સમૂહ લગ્નોની સેવાઓ ૧પ વર્ષથી ચાલી રહી છે. મકરસંક્રાંતિના દિવસે સવારે ૧૦ થી પ વાગ્યા સુધીમાં જરૂરીયાતમંદ બહેનો-વૃધ્ધો એ સંસ્થાના કાર્યાલય પર નાખવામાં આવેલ મંડપ પર રૂબરૂ હાજર રહી ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ સંસ્થા દ્વારા જરૂરી તપાસ-ખરાઇ કરી સેવાઓ ચાલુ કરવામાં આવશે. ફોર્મ ભરવાની મુદત ફકત મકરસંક્રાંતિના એક દિવસ માટેજ રાખવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છતા પરિવારો સંસ્થાનું કાર્યાલય-મંડપ સ્થળઃ શ્રીરામ ટ્રસ્ટ, બાપાસીતારામ ચોક, સ્વામીનારાયણ મંદિર પાસે, રૈયા રોડ-રાજકોટ. (મો.નં. ૮૦૦૦૯ ૩૬ર૦૧) ખાતે મકરસંક્રાંતિના દિવસે સવારે ૧૦ થી પ વાગ્યા સુધી હાજર રહેવા અનુરોધ છે.

(4:01 pm IST)