Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

યુનિવર્સિટી પોલીસે રૈયા ગામમાંથી મુકેશ રાઠોડને ૩૬ હજારના દારૂ સાથે પકડ્યો

રાજકોટઃ યુનિવર્સિટી પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં ટીમે રૈયા ગામ સર્વે નં. ૨૫૦ની પાછળ આવેલ બંધ પડેલી સાઇટ વૃજવિહાર બંગલોઝમાં દરોડો પાડી મુકેશ હરજીભાઇ રાઠોડ (કોળી) (ઉ.૪૦-રહે. રૈયા ગામ સ્મશાન સામે)ને રૂ. ૩૯૬૦૦ના ૧૩૨ બોટલ દારૂ સાથે પકડી લઇ તેની પાસનું બાઇક પણ કબ્જે લીધુ છે.  

મુકેશે બંધ પડેલી સાઇટમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા અને મુકેશભાઇ ડાંગરને મળતાં હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, ગીરીરાજસિંહ, રવિરાજસિંહ, બલભદ્રસિંહ ચુડાસમા, અમીનભાઇ કરગથરા, સહિતે દરોડો પાડી દારૂના જથ્થા સાથે મુકેશને પકડી લીધો હતો.

(11:49 am IST)