-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
મારામારીના ગુના સબબ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પિતા અને ભાઇની ધરપકડઃ જામીન મુકત
છેડતી બાબતે ઠપકો આપવા જતાં ૧૫ ડિસેમ્બરે માથાકુટ થતાં સામ-સામી ફરિયાદ થઇ હતી

રાજકોટ તા. ૧૬: સામા કાંઠે સંત કબીર રોડ બ્રાહ્મણીયાપરા-૧૧માં ઇમિટેશનની દૂકાન ધરાવતાં લેઉવા પટેલ ગોૈતમ ખોડાભાઇ લીંબાસીયા (ઉ.૩૦) અને તેના કુટુંબી ભાઇ ધર્મેશ વલ્લભભાઇ લીંબાસીયા ઉપર ૧૫/૧૨ના સવારે વિધાનસભા-૬૮ના ભાજપના ઉમેદવાર અરવિંદ ગોરધનભાઇ રૈયાણી, શૈલેષ ગોરધનભાઇ રૈયાણી તથા તેના પિતા ગોરધનભાઇ રૈયાણીએ તમે કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કેમ કર્યો હતો? કહી ગાળો દઇ મારકુટ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે નોંધાયેલા ગુનામાં હાલના ધારાસભ્ય અરવિંદભાઇ ગોરધનભાઇ રૈયાણી (ઉ.૪૨), તેમના પિતા ગોરધનભાઇ મનજીભાઇ રૈયાણી (ઉ.૬૫) અને ભાઇ શૈલેષભાઇ બાબુભાઇ રૈયાણી (ઉ.૩૭) (રહે. ત્રણેય કુવાડવા રોડ અલ્કા પાર્ક-૩) પોલીસ મથકમાં હાજર થતાં ધરપકડની વિધી બાદ જામીન મુકત કરાયા છે.
સામા પક્ષે અરવિંદભાઇના કારખાના પાસે જ રહેતી ૨૩ વર્ષની યુવતિએ એવી ફરિયાદ કરી હતી કે લાંબા સમયથી ગોૈતમ અને ધર્મેશ લીંબાસીયા તેની છેડતી કરતાં હોઇ તેને અગાઉ પણ અરવિંદભાઇ રૈયાણીએ પોતાના કારખાને બોલાવી છેડતી નહિ કરવા બાબતે સમજાવ્યા હતાં. થોડા દિવસો શાંત રહ્યા બાદ આ બંને ફરીથી છેડતી કરતાં હોઇ અને ૧૫મીએ સવારે ફરીથી છેડતી કરતાં અરવિંદભાઇ તેને સમજાવવા જતાં માથાકુટ થઇ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે ગોૈતમ ખોડાભાઇ લીંબાસીયા અને ધર્મેશ વલ્લભભાઇ લીંબાસીયા સામે આઇપીસી ૩૫૪ (ડી), ૩૯૪, ૧૧૪, ૫૦૬ મુજબ ગુનો નોંધાયો હતો. આ બંનેની ધરપકડ હજુ બાકી છે.
કુવાડવા રોડ શિવધારા રેસીડેન્સી-૨માં રહેતાં ગોૈતમ લીંબાસીયાની ફરિયાદ પરથી અરવિંદભાઇ રૈયાણી , તેના પિતા અને ભાઇ સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૪૫૨ મુજબ ગેરકાયદેસર રીતે દૂકાનમાં પ્રવેશ કરી ગાળો દઇ મારકુટ કરવાનો ગુનો નોંધાયો હતો. આ મારામારીના ફૂટેજ પણ સોશિયલ મિડીયામાં વાઇરલ થયા હતાં. આ ગુનામાં અરવિંદભાઇ, તેમના પિતા અને ભાઇ બી-ડિવીઝનમાં હાજર થતાં પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરી હેઠળ ગઇકાલે ધરપકડની કાર્યવાહી બાદ જામીન મુકત કરવામાં આવ્યા હતાં.