Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2016

૧૪ મી જાન્‍યુઆરી : કોળી સમાજના ઐતિહાસીક ધરોહર પૃથ્‍વીપતિ મહારાજા માંધાતાનો પ્રગટોત્‍સવ

મકરસંક્રાંતિના રોજ શોભાયાત્રા - કોળી સમાજ રંગેચંગે જન્‍મદિન ઉજવશે - અનેરો ઉત્‍સવ

રાજકોટ,તા.૧૩ : ૧૪ મી ના જાન્‍યુઆરી મકર સંક્રાંતિ( ખીહર) ના રોજ ભારત વર્ષનાં સૂર્યવંશી ક્ષત્રિય સમ્રાટ મહારાજી ઇશ્વાકુના ઘેર પુત્રનો જન્‍મ થયો. સૂર્યૅ મકર રાશીમાં પ્રવેશ થયો તે સમયે કુમાર માંધાતાનો જન્‍મ દિવસ ગણવામાંૅ આવે છે. આ દિવસે મકરસંક્રાંતિ એટલે કુમાર માંધાતાનો પ્રગટોત્‍સવ તરીકે ગણવામાં આવે છે. આ ટાકણે દેશના તમામ કોળી સમાજના લોકો કુમાર માંધાતાના જન્‍મોત્‍સવને પ્રગટોત્‍સવ લેખીને ધામધૂમથી ઉજવવામાં આવે છ તેમજ શોભાયાત્રા અને સમગ્ર પ્રસંગને કોળી સમાજ રંગેચંગે ઉજવે છે.

 સૂર્યવંશી ક્ષત્રિય કોળી સમાજની ઐતિહાસીક કથા ઝલક પ્રમાણે

 ભારત વર્ષના  કોળીૅ સમાજ રાજા,સંતો, શહીદી ક્રાંતિકારીઓ તેમજ વિરોનો જન્‍મ થયો છે અને શોૈર્ય બલિદાનની ગાથાઓ દેશ ક્‍યારેય ભુલશે નહી.

કોળી સમાજના પ્રથમ વંશ મહારાજ ઇશ્વાકુ રાજા ર્નિઃંસંતાન હતા. આથી ભાર્ગવઋષિના શરણે જતા તેમના દ્વારા યજ્ઞ કરવામાં આવેલ અને ઇશ્વરના આર્શીવાદ સાથે કુમાર માંધાતાનો જન્‍મ થયો, સમગ્ર નગરજનોએ કુમારના પ્રગટોત્‍સવ ગણીને ભવ્‍ય રીતે જન્‍મ દિવસ ઉજવવામાં આવેલ. જન્‍મતાની  સાથેૅ જ બાળકે સ્‍તપનપાન કરવાના બદલે, અગુંઠાને ચૂસતા નીહાળીને ભાર્ગવ ઋષિએ કુમારનું નામ ‘માંધાતા ' રાખ્‍યું હતું.

કુમાર વસ્‍થામાં બાળક માંઘાતાએ યુધ્‍ધ, કલા, અને શિક્ષણમાં મહારથ હાંસલ કરી હતી તેમજ દેવરાજ ઇન્‍દ્રદેવના  માધ્‍યમથી અનેક શક્‍તિૅ કાર્ર્યૅશિધ્‍ધ કરી હતી. મહારાજા ઇશ્વાકુનો દેહવિલય બાદ, રાજ સિંહાસન પદ ગ્રહણ કરેલ હતું. ત્‍યારબાદ દેશના અનેક રાજાઓને પરાજીત કરીને ‘‘મહૉન કોલીય રાજા '' નું ર્બિરુદ હાંસલ કરેલ હતું.

ચક્રવર્તિ મહારાજા માંધાતા એ ભારત વર્ષમાં પથ્‍થર યુગની પરંપરા મુજબ  મોહેન્‍જો ડેરો સંર્સ્‍કૃતિનો ર્આવિષ્‍કાર કર્યો હતો. તેમના પ્રંતાપી શાસન  દરમ્‍યાન અનેક કલાત્‍મક, બેનમૂન મંદિરો અને શિલ્‍પકલાના સ્‍થાપત્‍યનો આવિષ્‍કાર કર્યો હતો.

મહારાજા માંઘાતાએ ઇન્‍દ્રદેવની કૃપાથી મધ્‍યપ્રદેશમાં રેવા (નર્મૅદા )નદીનાં ર્કિનારે રાજધાનીનુ઼઼ નિર્માૅણ કર્યુ હતું.મધ્‍ય પ્રદેશના ખંડના જીલ્લાના મધ્‍યસ્‍થાને માંધાતા ટાપુમાં સાંજે પણ યાત્રાધામ  ‘‘ઓકાર મંધાતા '' નામથી ઓળખાય છે. તેમજ તેમનો રાજમહેલ ‘‘ માધાાતા મંદિર'' તરીકે પુજનીય સ્‍થાન ગણાય છે. મહારાજા માંધાતાએ પૃથ્‍વી અને વસુંધરા નામની બે તેજસ્‍વી રાજકુવરી સાથે લગ્ન કયા હતા અને ‘પૃથ્‍વીર્પતિ' પણ કહેવાયા હતા.

પૃથ્‍વીર્પતિ મહારાજા માંઘાતાએ ખરાખરીના જંગ બાદ ર્પ્રતિષ્‍ઠાનપુર જીતી લીધું હતું. (આજે આ સ્‍થળ કાશી, બનારસ, વારાણસી તરીકે પંકાય છે)

 મહારાજા માંધાતાએ ર્પ્રતિષ્‍ઠાનપુર જીતી લીધા બાદ, ત્‍યાંના તક્ષકનાગ વંશના  રાજાઓ શરણે આવ્‍યા અને પોતાની પુત્રી નાગકન્‍યાઓનુ કન્‍યાદાન કરેલ હતું. અને મહારાજા માંઘાતા અને નાગ કન્‍યાઓના વંશજો, ‘નાગવંશીય કોળી' તરીકે ઓળખાય છે. આ સમયે મહારાજા માંધાતાએ લવણાસુર રાક્ષસના  રાજ્‍ય ર્ઉપર ચઢાઇ કરી. પરંતુ લવણાસુર રાક્ષકે દગા ફટકા અને ચાલાકીથી મહારાજ માંઘાતાની વધ કર્યો હતો.

મહારાજ માંધાતાના દેહવિલય બાદ ‘મહાન કોળી રાજા' નો સૂર્યની ગરમી પ્રમાણે મકર રાશીમાં પ્રવેશે ત્‍યારે મકરસંક્રાંતિ (ઉત્તરાણ - ખીહર) ના રોજ જર્ન્‍મદિવસને પ્રાગટય ર્દિન ગણીને ધામધુમથી ઉજવાય છે. કોળી સમાજ ઠેર ઠેર શોભાયાત્રા અને આનંદોત્‍સવ ઉજવે છે.

 કહેવાય છે કે મહારાજા માંઘતાએ તેજસ્‍વી રાજકુંવર પૃથ્‍વી સાથે લગ્ન કર્યાૅ, તેથી ‘તળ' એટલે પૃથ્‍વી અને સ્‍વામી એટલે પતિ તેથી પૃથ્‍વીના સ્‍વામી માંઘાતા ‘તળપતિ‘તરીકે ઓળખાયા અને કાળક્રમૅે ‘ તળપતિ' નું અપભ્રંશ થયો અને ‘તળપદા' શબ્‍દ અસ્‍તિત્‍વમાં આવ્‍યો છે.

કોળી સમાજના ચક્રવર્તિૅ સમાજ (તળર્પતિ) માધાતાના વારસદારોૅ ‘તળપદા' તરીકે ઓળખાય છે.

ગુજરાતમાં પાંચ જ્ઞાતિ, પેટા, જ્ઞાતિ, ‘તળપદા', તળપદા પટેલ, માંધાતા, ઘેડીયા કોળી, ભીલ તેમજ સોૈરાષ્‍ટ્રમાં કોળી સમાજ ‘તળપદા' શબ્‍દનો પ્રયોગ કરે છે. આગામી ૧૪ મી જાન્‍યુઆરી રોજ કોળી સમાજના ઐતિહાસીક ધરોહર સમાન મહારાજા  માંધાતાનો પ્રગટોત્‍સવ ઉજવાય છે.(૪૦.૬)

આલેખન

શ્રીમતિ જલ્‍પાબેન કે. કુમારખાણીયા

રાજકોટ

મો. ૯૯૭૮૬૨૯૨૮૪/૭૦૪૧૨૫૨૨૭૪

 

(4:19 pm IST)