Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગવરીદળ પાસે ટ્રેકટર પરથી પડી જતા છોટા ઉદેપૂરના હરેશ નાયકનું મોત

૧૩ વર્ષનો તરૂણ ટ્રેકટરમાં બેસી ગવરીદળ ખાતર લેવા આવતો'તો

રાજકોટ તા. ૧રઃ ગવરીદળ પાસે ટ્રેકટર પરથી પડી જતા છોટા ઉદેપુરના તરૂણનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ છોટા ઉદેપુરમાં રહેતો હરેશ રમેશભાઇ નાયક (ઉ.વ. ૧૩) સવારે તેના પિતા સાથે ગવરીદળમાં દેવાભાઇ નાથાભાઇ ભરવાડની વાડીએ હતો. ત્યારબાદ તે તેના પિતા સાથે ટ્રેકટરમાં બેસી ગામમાં ખાતર લેવા માટે જતો હતો ત્યારે ગામ પાસે ખાડો આવતા હરેશ ટ્રેકટરમાંથી ઉછળી પટકાતા ટ્રેકટરનું વ્હીલ માથા પર ફરી વળતા તરૂણ બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક હરેશ એક બહેનમાં નાનો હતો આ બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસે કાર્યાવહી કરી હતી. એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:56 pm IST)