Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ર૦૧પ-ર૦ર૦નાં જનરલ બોર્ડની તવારિખ

મ.ન.પા.નાં તમામ ૩૪ બોર્ડમાં માત્ર ૧૦ કોર્પોરેટરો જ હાજર

૬ર કોર્પોરેટરો પૈકી ર નાં ચાલુ ટર્મમાં અવસાનઃ કોંગ્રેસનાં ૧ મહિલા કોર્પોરેટર ગેરલાયક ઠર્યાઃ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ૧ કોર્પોરેટર ભાજપમાં જોડાયા

રાજકોટ તા. ૧ર :.. મ.ન.પા.ની ર૦૧પ થી ર૦ર૦ ની ચૂંટાયેલા કોર્પોરેટરોની પાંચ વર્ષથી ટર્મ આવતીકાલે ૧૩ નાં પુર્ણ થઇ રહી છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં મ.ન.પા.માં મળેલા કુલ ૩૪ જનરલ બોર્ડની તવારિખ જોઇએ તો આ તમામ ૩૪ જનરલ બોર્ડમાં કુલ ૭ર પૈકી માત્ર ૧૦ જ કોર્પોરેટરો એવા છે કે તેઓ રેગ્યુલર તમામ ૩૪ બોર્ડમાં હાજર રહ્યા છે.

જે તમામ બોર્ડમાં હાજર રહ્યા હતા તેમાં ભાજપનાં અંજનાબેન મોરજરીયા, જયમીન ઠાકર, પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, સજાુબેન કડોતરા, દલસુખભાઇ જાગાણી, મુકેશ રાદડીયા, જયોત્સનાબેન ટીલાળા, અશ્વિન ભોરણીયા, અને ડો. જૈમન ઉપાધ્યાય આ તમામ ભાજપનાં જ કોર્પોરેટરો છે જે નિયમીત હાજર રહ્યા હતાં.

નોંધનીય છે કે આ પાંચ વર્ષની ટર્મમાં અનેક નોંધનીય ઘટનાઓ પણ બની છે. જેમાં ચાલુ ટર્મમાં કોંગ્રેસનાં કોર્પોરેટર પ્રભાતભાઇ ડાંગરનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણી યોજાયેલ અને તેમં ભાજપનાં પરેશ પીપળીયા વિજેતા થયેલ.

જયારે ટર્મનાં છેલ્લા વર્ષે કોરોનાં કહેર વચ્ચે કોંગ્રેસનાં બીજા કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરાનું પણ કોરોનાને કારણે દુઃખદ અવસાન થયેલ હતું. પરંતુ ટર્મ પુરી થતી હોઇ અને કોરોના સંક્રમણને લઇને પેટા ચૂંટણી યોજાઇ નહીં.

આ ઉપરાંત કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર નીતિન રામાણીએ એકા-એક ચાલુ ટર્મ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી કોપોરેટર પદેથી પણ રાજીનામુ આપી દેતાં પેટા ચૂંટણી યોજાયેલ જેમાં નીતિન રામાણી, ભાજપમાંથી ફરી ચૂંટાઇ આવ્યા હતાં.

જયારે કોંગ્રેસનાં મહીલા કોર્પોરેટર ધર્મીષ્ઠાબા મયુરસિંહ જાડેજા ઉપરા-ઉપરી ત્રણ બોર્ડમાં ગેરહાજર રહેતાં નિયમ મુજબ તેઓને ગેરલાયક ઠેરવાયા હતા અને આ મુદ્ે કાનુની જંગ ખેલાયો હતો.

આમ ર૦૧પ-ર૦ર૦ ની પાંચ વર્ષની ટર્મમાં અનેક આવી ઘટનાઓ બની હતી.

કુલ ૩૪ માંથી કેટલા બોર્ડમાં કોર્પોરેટરો હાજર રહ્યા?

દરમિયાન ૩૪ બોર્ડમાં કેટલા બોર્ડમાં કયા કોર્પોરેટર હાજર રહ્યા તેની વિગત આ મુજબ છે.

અંજનાબેન અલ્પેશભાઇ મોરજરીયા-૩૪, દુર્ગાબા જયદીપસિંહ જાડેજા ૩૩, આશિષભાઇ રમેશભાઇ વાગડીયા-ર૯, દેવરાજભાઇ બીજલભાઇ મકવાણા-૩૦, દર્શિતાબેન  પારસભાઇ શાહ -૩ર, સોફીયાબેન જાહીદભાઇ દલ-ર૭, મનીષભાઇ નટવરલાલ રાડીયા-૩૩, જયમીનભાઇ નવનીતભાઇ ઠાકર-૩૪, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા-ર૮, ગીતાબેન દીપકભાઇ પુરબીયા-ર૭, અતુલભાઇ રસીકભાઇ રાજાણી-ર૮, દિલીપભાઇ ચંદુભાઇ આસવાણી-રપ, રેખાબેન ઠાકરસીભાઇ ગજેરા-૩૦, સીમીબેન અનિલભાઇ જાદવ-ર૯, અશ્વિનભાઇ મોલીયા-૩૩, પ્રભાતભાઇ ગોવિંદભાઇ ડાંગર-૯, તા. ર૪-૧૧-ર૦૧૭ ના રોજ અવસાન, (કુલ-૧૩)

પરેશભાઇ દેવજીભાઇ પીપળીયા -૧૬, (તા. ૧૯-ર-ર૦૧૮ થી) (કુલ-૧૭), દક્ષાબેન અરવિંદભાઇ ભેસાણીયા-૩૧, પ્રીતીબેન દીપકભાઇ પનારા-૩૪, અરવિંદભાઇ જી. રૈયાણી-૩૧, અનિલભાઇ કવાભાઇ રાઠોડ-૩ર, દેવુબેન જાદવ-૩૪, સજુબેન કડોતરા (રબારી), -૩૪, દલસુખભાઇ જાગાણી-૩૪, મુકેશભાઇ રાદડીયા-૩૪, હિરલબેન નિરવભાઇ મહેતા-૩૦, મીનાબેન અનિલભાઇ પારેખ-૩ર, અજયભાઇ ગોપાલભાઇ પરમાર-૩૩, કશ્યપભાઇ ચીમનભાઇ શુકલ-ર૮, જાગૃતીબેન મનસુખભાઇ ઘાડીયા-૩ર, વિજયાબેન ઇશ્વરભાઇ વાછાણી-૩ર, નીતિનભાઇ ગણપતભાઇ ભારદ્વાજ-ર૮, રાજેશભાઇ વાલજીભાઇ અઘેરા-૩૩, રૂપાબેન નવલકુમાર શીલુ-૩૧, શિલ્પાબેન દિનેશભાઇ જાવીયા-૩૩, કમલેશભાઇ શશીકાંતભાઇ મીરાણી-૩૩, પુષ્કરભાઇ હરીલાલ પટેલ-૩૩, બીનાબેન જયેન્દ્રભાઇ આચાર્ય -૩૩, જયોત્સનાબેન પ્રફુલભાઇ ટીલાળા-૩૪, અશ્વિનભાઇ પરસોતમભાઇ ભોરણીયા-૩૪, મનસુખભાઇ જાદવભાઇ કાલરીયા-ર૯, વસંતબેન મથુરભાઇ માલવી-ર૯, પારૂલબેન વાસુરભાઇ ડે-રપ, ઘનશ્યામસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા-ર૯, પરેશભાઇ પરસોતમભાઇ હરસોડા-ર૮, ઉર્વશીબેન સંજયભાઇ પટેલ-રપ, ઉર્વશીબા કનકસિંહ જાડેજા-ર૮, સંજયભાઇ ધીરજલાલ અજુડીયા-ર૭, વિજયભાઇ બાબુભાઇ વાંક-૨૪, જયાબેન હરીભાઇ ડાંગર-૩૨, જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગર-૨૮, નિતીનભાઇ નરસિંહભાઇ રામાણી-૨૯, રવજીભાઇ ચનાભાઇ ખીમસુરીયા-૨૯, કિરણબેન રાજુભાઇ સોરઠીયા-૩૦, વર્ષાબેન મુકેશભાઇ રાણપરા-૩૩, ડો. જૈમન ઉમિયાશંકર ઉપાધ્યાય-૩૪, ઉદયભાઇ પ્રભાતભાઇ સોરાણી-૨૯, માસુબેન રામભાઇ હેરભા-૨૮, મકબુલભાઇ હબીબભાઇ દાઉદાણી-૨૧, વશરામભાઇ આલાભાઇ સાગઠીયા-૨૭, રસીલાબેન સુરેશભાઇ ગરૈયા-૨૮, સ્નેહાબેન બીપીનભાઇ દવે-૨૫, હારૂનભાઇ ડાકોરા-૨૭, વલ્લભભાઇ માવજીભાઇ પરસાણા-૨૮, અનિતાબેન ગૌતમભાઇ ગોસ્વામી-૩૩, ગાયત્રીબેન રસીકભાઇ ભટ્ટ-૨૯,જયાબેન જયંતિલાલ ટાંક-૨૬, ઘનશ્યામસિંહ નટુભા જાડેજા-૨૮, ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા (અગાઉના બોર્ડમાં હાજરની વિગત) ૧૦, (મ્યુનિ. કમિ. શ્રીના પત્રો નં. ૧૦૭/૧૦૮, તા. ૧૮-૮-૨૦૧૮) અન્વયે કોર્પોરેટર તરીકે ગેરલાયક ઠરેલ છે. (કુલ ૧૯) મેનાબેન વલ્લભભાઇ જાદવ-૩૦, જયંતિભાઇ ગાંડુભાઇ બુટાણી-૨૮, નિર્મળભાઇ રાવતભાઇ મારૂ-૨૮

ઇતિહાસમાં પ્રથમ વખત પ્રેક્ષક ગેલેરી પર પ્રતિબંધ લદાયો

રાજકોટ : મ.ન.પા.ની ર૦૧પ થી ર૦ર૦ ની ટર્મમાં મ.ન.પા.નાં અત્યાર સુધીનાં ઇતિહાસમાં પ્રથમ વખત જ પ્રેક્ષક ગેલેરી પર પ્રતિબંધ લાદતાં. આ નિર્ણયને વિપક્ષ કોંગ્રેસે લોકશાહી માટે કાળી ટીલી સમાન ગણાવી પ્રેક્ષક ગેલેરી ખોલવા માટે અનેક વખત લડત પણ આપી હતી. નોંધનીય છે કે ચાલુ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાંથી સભાગૃહમાં કેટલાક લોકોએ ધમાલ મચાવતાં મેયર બીનાબેન આચાર્યએ પ્રેક્ષક ગેલેરી પર પ્રતિબંધ લગાવ્યો હતો.

(3:55 pm IST)