Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

મવડીનાં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોકમાં સીમેન્ટ રોડ કામ રપ દિ'થી બંધઃ લત્તાવાસીઓનું હલ્લાબોલ

રાજકોટઃ વોર્ડ નં. ૧રનાં ઉમિયા ચોક બાપા સીતારામ ચોક વચ્ચે બનાવવામાં આવતાં સીમેન્ટ રોડનું કામ છેલ્લા રપ દિવસથી ખોદકામ કરીને ભેદી રીતને કામ બંધ કરી દેવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરો સંજયભાઇ અજુડિયા, વિજયભાઇ વાંક, કનકસિંહ જાડેજા, જગદીશ સખીયા, અજીતભાઇ વાંક તથા સ્થાનીક આગેવાનો રમેશભાઇ, રવજીભાઇ, ભરતભાઇ, હરીભાઇ, નરસિંહભાઇ, સુરેશભાઇ, મનસુખભાઇ, પરમાર ચંદ્રસિંહ હનુસિંહ, ડુંગરબાપા તથા સ્થાનીક મહિલાઓ દ્વારા વિશાળ સંખ્યામાં રસતા પર એકત્રીત થઇ તંત્ર સામે હલ્લાબોલ કરી વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરાવવાં ઉગ્ર માંગ કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:53 pm IST)