Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગ્રીન કોરિડોરથી માત્ર ૪ મિનિટમાં દર્દીને એરપોર્ટ પહોંચાડાયા

ગોકુલ હોસ્પિટલમાંથી દર્દીને ઈકો સારવાર માટે ચેન્નાઈ ખસેડાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ન્યુરોસર્જરીમાં નામાંકિત થયેલ ગોકુલ હોસ્પિટલ ખાતે છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત ક્રિટિકલ કેર યુનિટએ અનેક સીમા ચિન્હો હાંસલ કાર્ય છે, ઉપરાંત ક્રિટિકલ કેર ક્ષેત્રે સારવારના નવતર અભિગમ અને એડવાન્સમેન્ટ પણ ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટિમએ આત્મસાત કરી લીધા છે. અત્રે દાખલ થયેલ દર્દીઓ ચોવીશ કલાક પોતાની દેખરેખ હેઠળ રહે એવી ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે, ગોકુલ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર ટિમ દ્વારા ગંભીર દર્દીઓની ઈકમો મશીન દ્વારા પણ સારવાર કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષોમાં બાર દર્દીઓને ઈકમો દ્વારા સારવાર આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

સૌ જાણે છે એ પ્રમાણે કોરોના વાયરસ સંક્રમિત દર્દીના ફેફસાને સૌથી વધુ અસર પહોંચાડે છે. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તેની આડઅસર દર્દીના શરીરમાં છોડતો જાય છે અને દર્દીની તબિયત બગડી શકે છે. આવો જ એક ચેલેન્જિંગ કિસ્સો ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર ખાતે બની ગયો. ત્રીસ વર્ષીય યુવાનને કોરોના સંક્રમણ થયું હતું અને કોરોના રિપોર્ટ નેગેટિવ થયા બાદ પણ ફેફસાની પરિસ્થિતિ બગાડતા ૫૭ દિવસ પહેલા ગોકુલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા, વેન્ટિલેટરનો ૧૦૦ ટકા સપોર્ટ હોવા છતા પણ દર્દીની તબિયત અસ્થિર હોવાથી આ દર્દીને ઈકમો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. (ઈકમો એ એક એવું મશીન છે. જે શરીરની બહાર રહી ફેફસાનું કામ કરે છે. જેથી દર્દીના ફેફસાને આરામ મળી રહે અને ફેફસા પૂનઃ કાર્યરત થઈ શકે) ઈકમોની સમગ્ર સારવાર દરમિયાન ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટિમ ડો.તેજસ મોતીવરસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.તેજસ કરમટા, ડો.હાર્દિક વેકરીયા અને ડો.પ્રિયંકાબા જાડેજા સતત ખડે પગે ઉભી રહી હતી. ઉપરાંત પલ્મોનોલોજીસ્ટ ડો.તુષાર પટેલ અને ડો.હિરેન વાઢિયાનો પણ સહકાર હતો. ૪૦ દિવસની ઈકમો સહિતની સઘન સારવાર પછી પણ દર્દીના ફેફસામાં સંતોષકારક સુધારો નોંધાયો ન હતો અને ''લંગ ફાઈબ્રોસિસ''થયું હતું જેથી ''લંગ ટ્રાન્સપ્લાન્ટ'' અને વધુ સારવારાર્થે ખાસ એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ સ્થળાંતરિત કરાયા હતા. આ પ્રક્રિયામાં ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગરથી એરપોર્ટ સુધી રસ્તામાં ટ્રાફિક અડચણ રૂપ ન થાય એ માટે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ''ગ્રીન કોરિડોર'' તેમજ પેટ્રોલિંગ કારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે ગોકુલ હોસ્પ્ટિલ, વિદ્યાનગર થી એરપોર્ટ સુધી રસ્તામાં ટ્રાફિક પોલીસ દ્વારા ''ગ્રીન કોરિડોર'' તેમજ પેટ્રોલિંગ કારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર થી એરપોર્ટ સુધીનું અંતર માત્ર ચાર મિનિટમાં જ કપાયું હતું. ગોકુલ હોસ્પિટલ ખાતેથી ડો.હાર્દિક વેકરીયા દર્દીની સાથે એર એમ્બ્યુલન્સમાં સાથે ગયા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:53 pm IST)