Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજકોટમાં ઇ-લોક-અદાલત યોજાઇઃ અકસ્માત વળતરના ૧૦૦ કેસોમાં સવાત્રણ કરોડનું વળતર મંજુર કરાયુ

રાજકોટ : આજે રાજકોટની કોર્ટમાં જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા ઇ-લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ પ્રસ્તુત તસ્વીરોમાં એમ.એ.સી.પી.બાર એસોના અગ્રણી વકીલો રાજેશ આર મહેતા, કલ્પેશ વાઘેલા, ડીસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઇ, સ્પ. જજ ડી.કે. દવે, અને જજ શ્રી વોરા, એડવોકેટ સુનિલ મોઢા , જય ગોંડલીયા, જજ શ્રી કે.ડી.દવે, તેમજ ઉપરના ફોટો તમામ જયુડીશ્યલ ઓફીસરો દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૬.ર૭)

રાજકોટ તા. ૧ર : રાજયના કાનૂની સેવા સત્તા મંડળ અને હાઇકોર્ટના ઉપક્રમે રાજકોટ જીલ્લા અને તાલુકા મથકે આજરોજ યોજાયેલી રાજય મેગા ઇ-લોક અદાલતનું ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ યુ.ટી.દેશાઇએ વર્ચ્યુલથી ખુલી મુકી હતી જેમાં બપોર સુધીમાં રપ ટકા કેસોના સમાધાન માટે નિકાલ કરવામાં આવ્યું છે.

વધુ વિગત મુજબ કોરોનાની મહામારીમાં માર્ચ માસમાં લોકડાઉન કરવામાં આવ્યા બાદ હાઇકોર્ટ અને જિલ્લાની અદાલતોમાં મોટાભાગની કામગીરી વર્ચુયલ રીતે કરવામાં આવે છે. આજે તા.૧રને શનિવારે રાષ્ટ્રીય મેગા ઇ-લોકઅદાલતમાં કોર્ટમાં દાખલ થયેલા કેસો પૈકી સમાધાનકારી ફોજદારી ચેક રિટર્ન, બેન્ક લેણા, અકસ્માત વળતર, લગ્ન વિષયક મજુર અદાલત, ઇલેકટ્રીક પાણીના બીલ અને રેવેન્યુ તેમજ દિવાની સહિત ૧૭ર૧ કેસો મુકવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન અને ડિસ્ટ્રીક જજ ઉત્કર્ષ ઠાકોરભાઇ દેશાઇએ તમામ પક્ષકારોને અનુરોધ કર્યો હતો.ઇ-લોક-અદાલતમાં કેસ મુકી નિર્ણય કરવામાં આવે છે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ કરી કોઇનો વિજય નહી કે કોઇનો પરાજય નહી અને વિવાદ મુકત બની વૈમનસ્યથી મુકત થાય છે.

આજની લોક અદાલતમાં અકસ્માત વળતર અને નેગોશીએબલ એકટના મોટા ભાગના કેસ મુકયા છે. જેમાં અકસ્માત વળતરમાં રૂ.ર.પ૦ થી ૩ કરોડનું વળતર ચુકવી ૧રપ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે અને બપોર સુધીમાં રપ ટકા કેસનો નિકાલ થયો છે સાંજ સુધીમાં ૬૦ થી ૭૦ ટકા સુધી કેસનો નિકાલ થવાની શકયતાઓ છે. તેમ જીલ્લા કાનુની સેવા મંડળના સચિવ એચ.વી. જોટાણીયાએ જણાવ્યું છે.

આ તકકે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ પટેલ, બારના પ્રમુખ બકુલ રાજાણી, એમ.એ. સી.પી.ના પ્રમુખ રાજેશ મહેતા, ગોપાલ ત્રિવેદી, ડી.જી.પી. એસ.કે.વોરા, જય ગોંડલીયા, કલ્પેશ વાઘેલા  અને નિકુંજ શુકલા સહિત સીનીયર-જુનીયર એડવોકેટ ઇ-લોક અદાલતને સફળ બનાવવા પ્રયાસ કર્યો છે.

(3:25 pm IST)