Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

એ.જી.ચોક-બહુમાળીભવન ચોક અને ચુનારાવાડ ચોકમાં હાઇમાસ્ટ લાઇટ : ટેન્ડરો પ્રસિધ્ધ

બજેટ જોગવાઇનાં વિકાસ કામો પૂર્ણ કરવા કાર્યવાહી શરૂ કરાવતાં મેયર બીનાબેન આચાર્ય : રોશની કમીટી ચેરમેન મુકેશ રાદડિયા

રાજકોટ,તા. ૧૨: મેયર બિનાબેન આચાર્ય અને રોશની કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા એક યાદીમાં જણાવે છે કે, શાસક પક્ષની પાંચ વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે ત્યારે શહેરના વિકાસ માટે અનેક કામો પૂર્ણ કરેલ છે અને અનેક પ્રોજેકટોની કામગીરી ચાલુ છે.વિશેષમાં તેઓએ જણાવેલ કે,  ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧માં ત્રણેય ઝોનમાં હાઈમાસ્ટ ટાવર માટે જોગવાઈ કરવામાં આવેલ જેના અનુસંધાને સેન્ટ્રલ ઝોનમાં બહુમાળી ચોક, વેસ્ટ ઝોનમાં એ.જી. ચોક તેમજ પૂર્વ ઝોનમાં ચુનારાવાડ ચોકમાં ત્રણ હાઈમાસ્ટ ટાવર મુકવાનો નિર્ણય કરવામાં આવેલ જે અન્વયે રોશની વિભાગ દ્વારા ત્રણ હાઈમાસ્ટ ટાવર માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ છે.

(3:19 pm IST)