Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ભરણ - પોષણના કેસમાં બે વર્ષથી ફરાર ધવલ પરમાર પકડાયો

રાજકોટ તા. ૧૨ : ભરણ પોષણના કેસમાં બે વર્ષથી નાસતા ફરતા શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ.એલ.રાઠોડે નાસતા - ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.પટેલ, હેડ કોન્સ. નિલેષભાઇ, ઘનશ્યામભાઇ, રણજીતસિંહ તથા ભાવેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા અને કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે મેહુલનગર મેઇન રોડ પર શેરી નં. ૬/૭ના ધવલ મહેન્દ્રભાઇ પરમાર (ઉ.વ.૩૮)ને પકડી લીધો હતો. ધવલ ફેમીલી કોર્ટના ભરણપોષણના કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર હતો.

(3:18 pm IST)