Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

જુગારના અનેક ગુનામાં સામેલ આરીફ સુરૈયા પાસામાં ધકેલાયો

રાજકોટ તા. ૧૨ : શહેરના ભકિતનગર વિસ્તારમાં જુગારના અનેક ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ ભકિતનગર વિસ્તારમાં જુગારના અનેક ગુનામાં પકડાયેલા આરીફ હારૂનભાઇ સુરૈયા (ઉ.વ.૪૮) (રહે. જિલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટર નં. ૧૨૦ બાપુનગર મેઇન રોડ)ને નવા સુધારેલા પાસાના કાયદા મુજબ પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ. આર.વાય.રાવલ, હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, રાહુલગીરી ગૌસ્વામીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલા, પી.એસ.આઇ. જે.બી.પટેલ, હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા તથા રાજેશભાઇ ગઢવી સહિતે આરીફ હારૂનભાઇ સુરૈયા (ઉ.વ.૪૮) (રહે. જિલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટર નં. ૧૨૦)ની પાસા હેઠળ અટકાયત કરી ભુજ પાલારા જેલમાં ધકેલી દીધો હતો.

(3:18 pm IST)