Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

આકાશવાણી ચોક પાસેથી ડમડમ થઇ એકટીવા લઇ નીકળેલો કૌશિક પકડાયો

રાજકોટ તા. ૧૨ : યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસેથી રાત્રે દારૂ પી એકટીવા લઇને નિકળેલા શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા, પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, કૃષ્ણદેવસિંહ, બ્રિજરાજસિંહ ગોહિલ સહિત રાત્રી કર્ફયુ અંતર્ગત આકાશવાણી ચોકમાં ચેકીંગમાં હતા ત્યારે દારૂ પી જીજે૩ઇબી-૮૪૬૫ નંબરનું એકટીવા લઇને નીકળેલા કૌશિક શાંતિભાઇ આરદેસણા (ઉ.વ.૩૫) (રહે. યુનિવર્સિટી રોડ, માધવ પાર્ક શેરી નં.૨)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:17 pm IST)