Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

પોપટપરામાં કચરો નાખવા નીકળેલા હર્ષાબેન દવેનું રિક્ષાની ઠોકરે મોત

પ્ર.નગર પોલીસે રિક્ષાચાલક તોફિક મકવાની અટકાયત કરી

રાજકોટ તા. ૧૨: પોપટપરા કૃષ્ણનગર-૧માં રહેતાં હર્ષાબેન ભરતભાઇ દવે (ઉ.વ.૫૪) ઘર નજીક કચરો નાખવા નીકળ્યા ત્યારે રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરતાં પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ હરેશભાઇ રત્નોતરે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે રિક્ષા ચાલક તોફિક દાદુભાઇ મકવા (ઉ.વ.૨૧-રહે. રઘુનંદન સોસાયટી-૧, પોપટપરા) સામે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

મૃત્યુ પામનાર હર્ષાબેનના પતિ હયાત નથી. તેઓ વિધવા હતાં અને એકલા રહેતાં હતાં. બનાવની જાણ થતાં સગા-સ્વજનો દોડી આવ્યા હતાં.

(12:49 pm IST)