Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

માધાપર ચોકડીના પારસ દોમડીયા પર મેટોડામાં જીઆઇડીસીમાં વ્યાજની ઉઘરાણી માટે હુમલો

રાજકોટ તા. ૧૨: માધાપર ચોકડી પાસે મેરીગોલ્ડ હાઇટ્સમાં રહેતાં પારસભાઇ ગોરધનભાઇ દોમડીયા (ઉ.વ.૩૩) પર તે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં આવેલા પોતાના ગેરેજ પર હતો ત્યારે ત્રણેક શખ્સોએ કુહાડીના હાથાથી હુમલો કરી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

પારસભાઇ મેટોડામાં ગેરેજ ચલાવે છે. તેના સગા અભયભાઇના કહેવા મુજબ દવાખાનાના કામ માટે પૈસાની જરૂર પડતાં પારસભાઇએ અમુક રકમ વ્યાજે લીધી હતી. જે ચડત થઇ જતાં ઉઘરાણી માટે દિલીપ તથા બે અજાણ્યાએ ગેરેજે આવી માથાકુટ કરી ઉઘરાણી કરી હતી અને કુહાડીના હાથાથી માર માર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)