Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સોમવારે જિલ્લા પંચાયતની કારોબારીઃ બજેટ મુખ્ય મુદ્દે

ભાનુબેન તળપદાની અધ્યક્ષતામાં પહેલી અને છેલ્લી બેઠક

રાજકોટ તા. ૧ર :. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક તા. ૧૪ સોમવારે સવારે ૧૧ વાગ્યે મળનાર છે. તા. ર૧ મીએ પંચાયતની ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થઇ રહી છે. પડધરીના મોવૈયાના શ્રીમતી ભાનુબેન ધીરૂભાઇ તળપદા અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ અને અંતિમ કારોબારી બેઠક મળી રહી છે. જિલ્લા પંચાયતની કારોબારીમાં સુધારેલા બજેટને બહાલી અપાશે. સભ્યોને તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં પ્રજાકીય કામ માટે વધુ ત્રણ-ત્રણ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. અન્ય વહીવટી દરખાસ્તો અંગે પણ નિર્ણય થશે. કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ તે જ દિવસે ખાસ સામાન્ય સભાનો એજન્ડા બહાર પાડવાનું નકકી થયુ છે. સામાન્ય સભા તા. ર૧ મીએ અંતિમ દિવસે બોલાવાશે. ચૂંટાયેલા સભ્યો કાર્યકાળની છેલ્લી ઘડી સુધી પોતાની ફરજ નિભાવવા માંગે છે.

(11:26 am IST)