Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

મ.ન.પા.માં આસી.કમિશ્નરની અનામત જગ્યા માટે ઓફીસર્સ સીલેકશન કમીશન કમીટીએ ઇન્ટરવ્યુ લીધો

રાજકોટ તા. ૧૧: મ.ન.પા.માં હાલમાં ૪ આસીસ્ટન્ટ કમીશ્નરોની જગ્યા ખાલી છે. જેનાપર ઇન્ચાર્જ અધિકારીથી ગાડુ ગબડાઇવાઇ રહ્યું છે ત્યારે આ ચાર પૈકી ૧ ઓ.બી.સી. અનામતની જગ્યાના એક માત્ર મહીલા ઉમેદવાર અને હાલના ઇન્ચાર્જ આસી. કમીશ્નર વાસંતીબેન પ્રજાપતિએ આ જગ્યા માટે આજે બપોરે ઓફીસર્સ સીલેકશન કમીટી સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યો હતો જે પસંદ થતા તેઓ હવેથી ઇન્ચાર્જને બદલે કાયમી ધોરણે આસી.કમીશ્નરનું પદ સંભાળશેઆ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ આસિસ્ટન્ટ કમિશ્નરની એક જગ્યા માટે ઓફીસર સિલેકશન કમીટી દ્વારા ઇન્ટરવ્યુ લેવાયા કોર્પોરેશનમાં ફુલ આસિસ્ટન્ટ, કમિશ્નરની પાંચ જગ્યા છે જે પૈકી બે જગ્યા ભરેલી છે. હર્ષદ પટેલ અને હરીશ કગથરા આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. જયારે જયારે પાંચ જગ્યા હોવા છતા છ જગ્યા પર ચાર્જ સોપાયો છે બે જગ્યા ભરવામાં આવેલી છે જયારે ચાર પર સમીર ધડુક, રવિભાઇ ચુડાસમા, જસ્મીન રાઠોડ અને વાસંતીબેન પ્રજાપતિને ચાર્જ સોંપવામાં આવ્યો છે આજે એએમસીની ઓબીસી અનામત વાળી એક જગ્યા ભરવા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં ઓફીસર્સ ઇલેકશન કમીટીના સભ્ય મેયર બીનાબેન આચાર્ય ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ ઇન્ટરવ્યું લીધા હતા એક સભ્ય સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ બહારગામ હોવાથી તેઓ ઇન્ટરવ્યું પ્રક્રિયામાં હાજર રહ્યા ન હતા એક જગ્યા એક ઉમેદવાર માત્ર વહીવટી પ્રક્રિયા પુરી કરવા ઇન્ટરવ્યું લેવામાં આવ્યો હતો.

(3:38 pm IST)