Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

વોર્ડ નં. ૧૦ અને ૧૨માં પાણી ચોરી કરતા પાંચ ઝડપાયા

આફ્રીકા કોલોની અને અરિહંત એપાર્ટમેન્‍ટમાંથી બે ભૂતિયા નળ કટ્ટ : રોયલ પાર્ક તથા શિવદ્રષ્‍ટિ પાર્કમાં ડાયરેકટ પમ્‍પીંગ કરતા ત્રણ ઝડપાયા

રાજકોટ તા. ૧૨ : શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્‍શન અને ડાયરેક્‍ટ પમ્‍પીંગ કરતા આસામીઓને ત્‍યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા વોર્ડ નં. ૧૦ અને ૧૨ માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્‍યાન બે ગેરકાયદેસર નળ કનેક્‍શન અને ત્રણ ડાયરેક્‍ટ પમ્‍પીંગ કરતા આસામીઓ પકડાયેલ અને તેમને નોટીસ આપવામાં આવી હતી.

વોર્ડ નં. ૧૦ માં આવેલ આફ્રિકા કોલોની અને અરિહંત એપાર્ટમેન્‍ટમાં ચેકિંગ દરમ્‍યાન બે આસામીઓને ત્‍યાંથી ગેરકાયદેસર નળ કનેક્‍શન મળી આવેલ હતા, (૧) કુરજીભાઈ શીંગાળા- આફ્રિકા કોલોની અને (૨) ટીનાબેન- અરિહંત એપાર્ટમેન્‍ટ બંને આસામીઓના ગેરકાયદેસર નળ કનેક્‍શન કપાત કરવામાં આવ્‍યા હતા. તેમજ વોર્ડ નં. ૧૨ માં આવેલ રોયલ પાર્ક અને શિવ દ્રષ્ટિ એરિયામાં પાણી ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. ચેકિંગ દરમ્‍યાન ત્રણ આસામીઓને ત્‍યાંથી ડાયરેક્‍ટ પમ્‍પીંગ કરતા પકડાયેલ હતા. (૧) હર્ષદભાઈ બાલધા (૨) ભાવેશભાઈ સાવલીયા  (૩) સતીષભાઈ (સંદીપભાઈ ટીલાળા-ભાડુત). તમામ આસામીઓને નોટીસ આપવામાં આવી હતી.

(5:35 pm IST)