Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

વાલ્‍મીકી સમાજના પ્રાણ પ્રશ્નો ઉકેલો : ૧૭મીથી ઉપવાસ આંદોલન

સફાઈ કામદારોની કાયમી કરવા મુખ્‍યમંત્રીએ ચૂંટણી વખતે વચન આપેલું પણ તેનો હજુ અમલ થયો નથી : કોર્પોરેશનના પટાંગણમાં સાવરણાની પૂજા, યજ્ઞ, મ્‍યુ.કમિશ્નરને લોહીની બોટલ અર્પણ કરાશે, બહેનો થાળી- વાટકા વાગડી તંત્રના કાન આમળશેઃ પાંચ દિ'ના કાર્યક્રમોમાં પણ તંત્ર નહિ જાગે તો જલદ આંદોલનની ચિમકી

રાજકોટ,તા.૧૨: સફાઈ કામદારોએ આંદોલનનો બુંગીયો ફૂંકયો છે. વાલ્‍મીકી સમાજના પ્રાણ પ્રશ્નો અંગે આગામી ૧૭મીથી પાંચ દિવસીય ઉપવાસ આંદોલનના કાર્યક્રમો યોજાયા છે. આ આંદોલન બિનરાજકીય હોવાનું અને વાલ્‍મીકી સમાજના ધર્મગુરૂ ચિમનાજીબાપુના સાનિધ્‍યમાં યોજાશે. તેમ જણાવાયું હતું. વાલ્‍મીકી સમાજના પડતર પ્રશ્નો આ મુજબ છે.

રાજકોટ વિસ્‍તાર અને વસ્‍તી અને વિકાસને ધ્‍યાનમાં રાખી અંદાજીત સેટઅપ ૩૦૦૦ વાલ્‍મીકી સમાજ ભાઈઓ બહેનોની ભરતી ફુલ ટાઈમ કરવા મુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગત ચુંટણીઓ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ની જાહેર સભાઓમાં ભરતી કરવા વિષે વચન આપેલ છે. મુખ્‍ય મંત્રીશ્રીએ અનેકવાર સુચના આપી પરંતુ અધિકારીઓ અને કોર્પોરેશન વાત ધ્‍યાને લેતુ નથી.

કલાસ- ૪ના કર્મચારીઓ ખાતાકીય કલાસ- ૩ની પરીક્ષા પાસ કરેલ છે. ત્રીપલ સી ની પરીક્ષા પાસ કરેલ છે, તે વાલ્‍મીકી સમાજના દિકાર- દિકરીઓને પ્રમોશન આપવામાં આવેલ નથી તે એક ગંભીર બાબત છે. જે સફાઈ કામદારો ૫૬ વર્ષની વય રદ કરી ફકત ૨૦ વર્ષની નોકરીનો નિયમ રાખવો, જે સફાઈ કામદારો રોગના ભોગ બનેલ છે તેના મેડીકલ અનફીટ વારસાઈ આંબો, સોગંદનામા તથા વારસદારોના ડોકયુમેન્‍ટ લઈ લીધેલ છે તેના રાજીનામા મંજુર કરવા તેમના રાજીનામા મંજુર કરી વારસદારોને નોકરી આપવી તેમની ફાઈલો તૈયાર છે.

જે સફાઈ કામદારો ચાલુ નોકરી ઉપર અવસાન પામેલ છે, તેમના દિકરા- દિકરી ઉમરના કારણે નોકરી મળેલ નથી તેમને વારસદાર તરીકે નિમણુંક આપવી અને પરણીત પુત્રીનો ઠરાવ થયેલ છે. પરંતુ આ કેસમાં એકપણ પરણીત પુત્રીને વારસદાર તરીકે નિમણુંક આપી નથી તો તેમની ફાઈલ ધ્‍યાને લઈ નિમણુંક આપવી.

દતક વિધાનમાં જુના ઠરાવમાં ફેરફાર કરી જે સફાઈ કામદારો જેમને સંતાનો નથી તે શિક્ષિત ન હોય જેથી કરી તેણે કોર્ટમાં દતક વિધાન કરાવેલ ન હોય  તેમની હૈયાતીમાં તે જેમને વારસદાર તરીકે રાજીખુશીથી સોગંદનામા કરી અધિકારીઓની હાજરીમાં દતક જાહેર કરે તેમને નોકરી આપવા વિનંતી.

ઉપવાસ આંદોલનના કાર્યક્રમની વિગત આ મુજબ છે. (૧) તા.૧૭ સાવરણાની પૂજા, (૨) તા.૧૮ યજ્ઞ (હવન પૂજા), (૩) તા.૧૯ કમિશ્નરશ્રીને લોહીની બોટલ અર્પણ કરવી, (૪) તા.૨૦ સફાઈ કામદાર બહેનો દ્વારા થાળી, વાટકા વગાડી તંત્રના કાન ખોલશે, (૫) તા.૨૧ વાલ્‍મીકી સમાજ એક- એક રૂપિયો અનુદાન લઈ રૂા૨૪૦ મુ.કમિશ્નરને અર્પણ કરાશે (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:55 pm IST)