Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મૂલાકાત પે મૂલાકાતઃ રૈયા- મવડી ચોકડી ઓવરબ્રિજની કામગીરીનું નીરીક્ષણ કરતા પદાધિકારીઓ - અધિકારીઓ

 રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા રૈયા ચોકડી તથા મવડી ચોકડી ઓવરબ્રિજની કામગીરી ચાલુ રહેલ છે જેના અનુસંધાને રૈયા ચોકડી ઓવરબ્રિજની સ્‍થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્‍યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્‍ટેન્‍ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, રૂપાબેન શીલુ, દુર્ગાબા જાડેજા, શિલ્‍પાબેન જાવિયા, ડેપ્‍યુટી એન્‍જીનીયર વાદ્યેલા, જોશી વિગેરે ઉપસ્‍થિત રહેલ. રૈયા ચોકડી ખાતે રૂ.૩૫.૨૨ કરોડના ખર્ચે બની રહેલ ઓવરબ્રીજ નાણાવટી ચોકથી શરૂ થઇ મોદી સ્‍કુલ પાસે પૂર્ણ થનાર આ ઓવરબ્રિજની લંબાઈ ૬૨૭ મીટરની રહેશે. ચાર લેન ઓવરબ્રિજમાં પ્રત્‍યેક લેનની પહોંળાઈ ૮.૪૦ રનીંગ મીટરની રહેશે. આ બ્રીજ વહેલીતકે પૂર્ણ થાય તે માટે જરૂર જણાયેલ આ બ્રિજની કામગીરી રાતદિવસ ચલાવવા સંબધક અધિકારી અને એજન્‍સીને પદાધિકારીઓએ તાકિત કરવામાં આવેલ. હૈયાત કામગીરીનો પ્રોગ્રેસ વિગેરે બાબતોએ ચર્ચા કરવામાં આવેલ.

(4:25 pm IST)