Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

બેડીના ફલકુ ડેમનું પાણી આસપાસના ગામોની સિંચાઇ માટે અનામત રાખો

મુખ્યમંત્રીને ઉદેશીને તૈયાર કરાયેલ પત્ર કલેકટરને સુપ્રત

રાજકોટ તા. ૧૨ : બેડી ગામમાં આવેલ ફલકુ ડેમનું પાણી બેડી ઉપરાંત હડમતીયા, નાકરાવાડી, સોખડા સહીતના ગામો માટે અનામત રાખવા વધુ એક રજુઆત બેડીના સરપંચ જોષભાઇ ભરવાડે મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

કલેકટરને સુપ્રત કરાયેલ આ પત્રમાં તેઓએ જણાવેલ છે કે ચાલુ વર્ષે વરસાદ ઓછો થયો હોય પીવાના પાણી તેમજ માલ ઢોરને નિભાવવા પાણીની જરૂરીયાત હોય ફલકુ ડેમનું પાણી રીઝર્વ રાખવુ ખુબ જરૂરી છે. દરમિયાન આ ગામોના લોકોએ આ બાબતે લેખિત રજુઆત કરી જ છે. સાથો સાથ પાઇપ લાઇન મુકી પાણી ચોરી કરનારાઓનું દુષણ પણ ખુબ વધ્યુ હોય તાકીદના પગલા ભરવા જણાવાયુ છે. તેમ છતા આજ સુધી કોઇ ધ્યાન અપાયુ નથી.

આ બાબતે ત્વરીત યોગ્ય કરવા પત્રના અંતમાં બેડીના સરપંચ જોધાભાઇ ભરવાડ અને આસપાસના ગામોના સરપંચોએ માંગણી ઉઠાવી છે.

(4:09 pm IST)