Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

રાજકોટ સીટી વુમન્સ કલબનો પ્રારંભ : જૂના યાદગાર ગીતો ગુંજ્યા

રાજકોટ : રાજકોટ સીટી વુમન્સ કલબનું ઉદ્દઘાટન રાજકોટ નાગરીક બેંકના ચેરમેન શ્રી જયોતિન્દ્રભાઈ મહેતાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજુભાઈ કેસ્ટ્રોલવાળા, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી, સરગમ કલબ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ઉપેનભાઈ મોદી, ઉત્સવ ગ્રુપના દિનેશભાઈ વિરાણી, નિલેશભાઈ શાહ, ભાજપ અધ્યક્ષ મયુરભાઈ શાહ, જૈન મહિલા અગ્રણી વીણાબેન શેઠ વગેરે ઉપસ્થિત રહેલ. ગ્રુપના પ્રથમ કાર્યક્રમમાં મુંબઈના મયુરભાઈ સોનીનું ઓરકેસ્ટ્રા રાખવામાં આવેલ. જેમણે ૧૯૯૦ થી ૧૯૯૯ના કુમાર શાનુ, ઉદિત નારાયણ, કવિતા કૃષ્ણમૂર્તિ, અલ્કા યાજ્ઞિક વગેરેના કંઠે ગવાયેલ યાદગાર મેલોડીઝના ગીતોનો સફળતાપૂર્વકનો કાર્યક્રમ પીરસેલ. દરેક બહેનો માટે લક્કી ડ્રોનું કુપન આપવામાં આવેલ. કુલ ૪૦ લક્કી ડ્રો રાખેલ. કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેત, ઉપપ્રમુખ મીનાબેન વસા, ચેરપર્સન બિંદુબેન મહેતા, વાઈસ ચેરપર્સન જીજ્ઞાબેન વખારીયા, સેક્રેટરી ઈન્દિરાબેન ઉદાણી, જોઈન્ટ સેક્રેટરી દર્શનાબેન મહેતા તથા કમીટી સભ્ય નીતાબેન મહેતા, જયશ્રીબેન ટોળીયા, સરોજબેન આડેસરા, અલ્કાબેન ગોસાઈ, દિનાબેન મોદીએ જહેમત ઉઠાવેલ. કલબમાં મેમ્બર થવા માટે (૧) પ્રફુલ્લાબેન મહેતા (આફ્રિકા કોલોની મેઈન રોડ, ૯૪૨૮૮ ૯૦૨૭૭) (૨) દર્શનાબેન મહેતા યાજ્ઞિક રોડ, પી. પી. ફુલવાળી શેરી મો. ૯૪૨૯૫ ૦૨૦૪૬ (૩) જીજ્ઞાબેન વખારીઆ ભીડભંજન સોસાયટી, નટરાજ નગર પાસે, મો. ૯૪૨૯૨ ૪૮૩૬૨ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:18 pm IST)