Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મિત્રએ મિત્રને આપેલ ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ થતા આરોપીને સમન્સ

રાજકોટ તા. ૧રઃ મિત્રતાના સબંધના દાવે આપેલ રૂપિયા એક લાખ વીસ હજાર પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટે આરોપીને હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી રવીભાઇ હસમુખભાઇ પુજારા, રહેઃ- ૧પ૦ ફુટ રીંગ રોડ, સિધ્ધી વીનાયક એપાર્ટમેન્ટ, પ્રથમ માળ, ફલેટ નં. ૧૦૧, તુલસીબાગ સામેની શેરી, નીલકંઠ નગર શેરી નં. પ, રાજકોટ વાળા એ તેમના મિત્ર આરોપી ઋષિભાઇ રશીકચંદ્રભાઇ ઠાકર, ઠે. :- ચૌધરી હાઇસ્કુલની પાસે, જીલ્લા બેન્ક ભવન સામે ભારમલ ગેશની બાજુની શેરી, રાજકોટ વાળાને મિત્રતાના સંબંધના દાવે રૂપિયા ૧,ર૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ વીસ હજાર પુરા ત્રણ માસ માટે હાથ ઉછીના લીધેલ જે રકમ  તેની પાસે રહેલ મરણ મુડીની બચતમાંથી રોકડા આપેલ. સમય પુરો થતા ફરીયાદી રવીભાઇ હસમુખભાઇ પુજારા આપેલ હાથ ઉછીની લેણી રકમની ઉઘરાણી કરતાં આરોપી ઋષિભાઇ રશીકચંદ્રભાઇ ઠાકર, હાથ ઉછીની લેણી રકમ પેટે રૂ. ૧,ર૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ વીસ હજાર પુરાનો ચેક ફરીયાદી રવીભાઇ હસમુખભાઇ પુજારાના નામનો ચેક આપેલ.

આ ચેક આરોપીની બેંકમાંથી ''અનશફીશીયન્ટ ફંડ૩'ના શેરા સાથે સ્વીકારયા વગર પાછો ફરેલ જેથી આરોપી પાસેથી ફરીયાદીને નાણા વસુલ મળેલ નહીં અને આરોપીએ પ્રથમથી જ મલીન ઇરાદો રાખી ફરીયાદીને હાથ ઉછીની આપેલ લેણી રકમ વસુલ ન મળે તેવો ચેક આરોપીએ આપી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ વિગેરે મુજબનો ગુન્હો કરેલ હોય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અને ફરીયાદીને ખાસ વળતર અપાવવા તથા આરોપીને સાજા તથા દંડ કરવા કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.

નામ. કોર્ટે આ ફરીયાદના કામમાં આરોપીને મુદતના રોજ હાજર રહેવા સમન્સનો હુકમ ફરમાવેલ છે. આ કામના ફરીયાદી રવીભાઇ હસમુખભાઇ પુજારાના એડવોકેટ તરીકે રાજકોટના શ્રી અરવીંદભાઇ રામાવત તથા રાજુભાઇ દુધરેજીયા તેમજ અશ્વિનભાઇ રામાવત રોકાયેલા છે.

(11:37 am IST)