Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

નેશનલ ડિફેન્સ અને નોવેલ એકેડેમીની પરિક્ષા અંતર્ગત કેન્દ્રો આસપાસ પ્રવેશબંધી

કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજીયામાં અનઅધિકૃત વ્યકિતઓ એકઠા થઇ શકશે નહીઃ પોલીસ કમિશ્નરનું જાહેરનામું

રાજકોટ તા.૧ર : યુ.પી.એસ.સી.દ્વારા લેવાનાર નેશનલ ડિફેન્સ એકેડેમી અને નોવલે એકેડેમીની પરિક્ષા અંતર્ગત પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડયું છે.

શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામામાં જણાવ્યું છે કે યુ.પી.એસ.સી.દ્વારા લેવાનાર નેશનલ ડિફેન્સ એકેડેમી અને નોવેલ એકેડેમીની પરિક્ષા તા.૧૪ ના રોજ સવારે ૧૦ થી પ વાગ્યા સુધી શહેરના ચાર અલગ અલગ કેન્દ્રોમાં આવશે પરિક્ષામાં પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે પરિક્ષા કેન્દ્રો આસપાસ ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારમાં કોઇ અનઅધિકૃત વ્યકિત એકત્રીત થઇ શકશે નહી અને શાળાઓ (કેન્દ્રો)માં પ્રવેશ  કરશે નહી કે વાહન લઇ જઇ શકશે નહી કે લાવશે નહી તેમજ વિદ્યાર્થીઓએ પરિક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જઇ શકાશે નહી તેમજ પરિક્ષા કેન્દ્રો આસપાસ કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી. તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન લઇ જઇ શકશે નહી તેમજ કેન્દ્રોના કર્મચારીઓએ પણ પોતાનુ ઓળખકાર્ડ રાખવાનું રહેશે ઓળખ કાર્ડ વગર કોઇપણ વ્યકિત શાળાના (કેન્દ્રોના) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહિ તેમ જણાવાયુંછે.

(3:14 pm IST)