Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પૂ. ઇન્દુબાઇ મ.સ.ની ૮૯મી જન્મ જયંતિઃ સાધાર્મિક સેવા-જપ-તપ સાથે ઉજવાશે

આજે આયંબીલ તપમાં તપસ્વીઓ જોડાયા

રાજકોટ તા. ૧ર :.. ગો. સંપ્રદાયના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની ૮૯મી જન્મ જયંતિ તા. ર૦ બુધવારના રોજ ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પૂ. મહાસતીજીની ૮૯મી જન્મજયંતીની ઉજવણી કરવા માટે નાલંદા સંઘ તથા તેમના ગુરૂરંણીભકતો દ્વારા આયોજન કરાયુ છે. આ દિવસ સાર્ધર્મિક સેવા પર્વ-દાન-શિયળ-જપ-ભાવ સહિત ઉજવાશે.

આ પ્રસંગે તા. ર૦ શરદપૂજનમ -બુધવાર રાત્રે ૮ કલાકે દિવ્ય જાપ જન્મ જયંતિ પ્રસંગે સવારે ૬-૩૦ થી માનવસેવા, જીવદયા, અનુકંપાદાનાં ધાર્મિક કાર્યો રહેશે જ. પરંતુ વિશેષ રાત્રે ૮.૩૦ કલાકે. આ પ્રસંગે દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીઓ, સંઘપતિઓ, મહિલા મંડળો સેવા મંડળો ખાસ હાજરી આપશે. તમામ ભકતો હાજર રહી જાપ કરી ભાવવંદના કરશે.

(4:11 pm IST)