Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

''બેટી બચાવો-બેટી પઢાવો'' કીટ વિતરણ

શેર વિથ સ્માઇલ એન.જી.ઓ.ની ''બેટી બચાવો-બેટી પઢાવો૩' નિમણુંક અંતર્ગત દીકરીઓના જન્મ દર વધારવા તથા દીકરીઓને સમાજમાં માનભેર સ્થાન અપાવવા માટે સતત કાર્યશીલ છે. દુર્ગા પુજા નિમિતે માધાપર વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં દીકરીઓના જન્મને વધાવવા જેમના ઘરે દીકરીનો જન્મ થયો છે તેમને બ્લેન્કેટ, ખોયું, કપડા, ગોદડી જેવી કીટ બનાવીને અર્પણ કરવામાં આવી હતી. તથા દૂર્ગા પુજા નિમિતે આંગણવાડીઓના ભૂલકાઓ માટે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ દીકરીઓને નેલ પોલીસ, રૂમાલ, નેકલેસ જેવી વસ્તુઓ તથા દીકરાઓને રમકડાં ભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવે ખાતસ સી.ડી.પી.ઓ. મનીષાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દાતા ડો. સખીયા, ધર્મેશભાઇ, યગ્નેશભાઇ, જતીનભાઇ ધાબલીયાનો શેર વિથ સ્માઇલ એન.જી.ઓ.ના પ્રમુખ કપિલભાઇ પંડયાએ આભાર માન્યો હતો.

(3:49 pm IST)