Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

પ્રજાપતિ સમાજના ખેલૈયાઓએ ઉમંગથી માણ્યો રાસોત્સવ

રાજકોટ : સતત બીજા વર્ષે એક દિવસીય સમસ્ત પ્રજાપતિ સમાજ માટે વેલકમ નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારિક વાતાવરણમાં ૬ હજારથી વધુ ખેલાયાઓ મનમૂકીને રમ્યા અને થનગનાટ કર્યો. યુવતિઓની એક ટીમે તલવાર રાસનું પ્રદર્શન કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતાં. વિજેતાઓને કુલ ૩૦ ઇનામ આપવામાં આવ્યા. જેમાંથી ૧૮ ઇનામ ફાયનાલિસ્ટ તરીકે અને ૧પ વર્ષથી નીચે અને ૧પ વર્ષથી ઉપર એમ બે કેટેગરીમાં ૧ર ઇનામો જેવા કે પ્રિન્સ, રનર અપ પ્રિન્સ અને પ્રિન્સેસ, રનર અપ પ્રિન્સેસ, વેલડ્રેસ પ્રિન્સ અને પ્રિન્સેસ વગેરેને ઇનામો આપવામાં આવ્યા. આ પ્રસંગે આયોજક રાજેશ સવનીયા સાથે બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડિયા, આરોગ્ય સમિતિના ચેરમેન જેૈમિનભાઇ ઠાકકર, માટીકલાકારી બોર્ડના ડિરેકટર સુરેશભાઇ પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ, સમાજના પ્રમુખ વલ્લભભાઇ ભરડવા, તેમજ ઉપસ્થિત અન્ય જ્ઞાતિ અગ્રણીઓના હાથે માતાજીની આરતી કરીને આ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો. ૬ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે અને ૧૦૦૦થી વધુ લોકો બેસીને નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાઇ હતી. આયોજનમાં હાઇફાય સાઉન્ડ સીસ્ટમ્સની ૧ લાખ વોલ્ટની ડીઝીટલ હાઇફાઇ લાઇન એરેર સાઉન્ડના સથવારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પ્લેબેક સીંગર આરીફ જારીયા, બિંદિયા ગઢવી, કોમલ જતાપારા, ઉદયદાન ગઢવી, સુરજ સોલંકી વગેરે પોતાના કામણગારા સુરોથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. એન્કર ચંદ્રેશ ગઢવીએ આગવી અદાથી રંગ જમાવ્યો હતો. કાર્યક્રમનું ફેસબુક પર સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રજાપતિ સમાજના વિવિધ ગોળની સંસ્થાઓના હોદેદારો તેમજ મીડીયાના મિત્રો પણ હાજર રહ્યા હતાં.

(3:39 pm IST)