Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

જળસંકટથી ઉગરવાનો એક જ વિકલ્પ ચેકડેમ-તળાવ

દરેક ગામમાં એક ''ગાય સરોવર'' બાંધીએ : જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અપીલ

રાજકોટ : નેવુના દાયકામાં ગુજરાતના હજારો ગામોમાં પીવાના પાણીની ભયાનક સમસ્યા થઇ. જેથી કૃષિ - કિસાનો-ગોવંશ ગામડા બેહાલ થયા ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પાંચ સિધ્ધાંતની યોજના બનાવી ૧. ગ્રામસંગઠન,ર. લોકફંડ,૩. ચેકડેમ-તળાવની યોગ્ય સ્થળ પસંદગી, ૪ ચેકડેમની RCC ની નવી ડીઝાઇન અને ગ્રામજનોનું સામુહિક શ્રમદાન. જુનાગઢ જીલ્લાના જામકા ગામમાં માત્ર ૧૦ લાખ રૂ.નો ખર્ચ અને ૧૦ હજાર માનવ દિનના શ્રમદાનથી ૫૧ ચેક ડેમ નિમાર્ણ કર્યા. તા. ૨૦-૧૧-૧૯૯૯ ના રોજ દેશનો પ્રથમ જળક્રાંતિ દિન ઉજવી ૫૦ હજાર લોકોને જળરક્ષાનો સંકલ્પ લેવડાવ્યો. ક્રાતિ દૃૃષ્ટા સ્વામી સચ્ચિદાનંદએ આ ચેકડેમ અભિયાનને દેેશને પાંચમી ક્રાંતિ ધોષિત કરી. ગુજરાત સરકારે જામકાની પ્રેરણા લઇને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના બનાવી પાણીને'' જળરક્ષાને રાજય અને દેશ વ્યાપી બનાવવા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અભિયાન હાથ કરાયુ અને ૨૦ વર્ષમાં ૩૦૦ ગામોમાં ૩૦૦૦ ચેકડેમો તળાવો બંધાવ્યા. જામકા ઉપરાંત ગામ-મોટા કોટડા-વીછાવડ તા. વિસાવદર જિ. જુનાગઢ, ગામ લુણિધાર,જી.  અમરેલી, ગામ-પ્રાંસલા-વડખણે તા.-ઉપલેટા,જિ.રાજકોટ, મોટી નાગાજાર તા. કાલાવડ,જિ. જામનગર, ગામ રામપરા જિ.સુરેન્દ્રનગર, ગામ રાજપરા તા. તળાજા નિ. ભાવનગર, ગામ ભેખડિયા તા. કવાંટ નિ. છોટાઉદેપુર-તળાવની સંપૂર્ણ યોજના સાકાર કરીને દેશને પ્રેરક મોડલ નિમાર્ણ કર્યા. જે લોકોએ નજરે જોવા જેવા છે. ચેક ડેમખ્તળાવ યોજનાથી કૃષિ ઉત્પાદન ગ્રામ્ય રોજગારી અનેઘાસચારામાં બે ત્રણ ગણી વૃધ્ધિ થઇ છે. કિસાન, કૃષિ, ગોવંશ, જીવસુષ્ટિ અને પર્યાવરણ સાતે જ આબાદ થયું છે. વરસાદનું ટીપું જયાં પડે ત્યાં નજીકમાં જ તેને રોકવાથી અલ્પ ખર્ચમાં જળ રક્ષા થાય છે. જળસંતુલન જાળવાય છે. ચેકડેમ-તળાવ યોજના જળસંકટ નિવારણથી સોૈથી ઝડપી સરળ, સસ્તી,શ્રેષ્ઠ પરિણામલક્ષી, સ્વાવલંબી અને પર્યાવરણ મિત્ર યોજના છે. ગોૈરક્ષા અને ગ્રામસક્ષાના ભાવથી ગામે ગામ એકથી બે '' ગાય સરોવર'' બાંધીએ એવી અપીલ નળક્રાંતિ ટ્રસ્ટ (યોન નં. ૦૨૮૨૭ ૨૫૩૨૨૨) ના મનસુખભાઇ સુવાગીયાએ કરી છે.

(5:08 pm IST)
  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST

  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST