Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

રઘુવંશી પરિવારના રાસોત્સવમાં આજથી દૈનિક ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઈનામોની વણઝાર

રાજકોટ : અકિલા રઘુવંશી પરિવાર રાસોતસવમાં જય આધ્યશકિતની આરતીથી માતાના બીજા નોરતાનો આરંભ થયેલ દુંદાળા દેવ વિધ્નહર્તાને યાદ કરીને સંગીતના સૂર સાથે છેડાયા માતાજીનાં ગરબા ધન્ય માં તું જોગણી... ધન્ય માં તું ભવાની... , પાવાગઢથી ઉતાર્યા મહાકાળી રે..., અમે મૈયારા રે ગોકુળ ગામના..., આવી નોરતાની રાત રઢિયાળી..., આલાલીલા વાંસળીયા રે વગાડો... અને યુવા ધનનાં અંગે અંગ માં થનગનાટ વ્યાપી ગયો અને ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા.

સમાજનાં દૈનિક ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે રઘુવંશી પરિવારના આયોજકો એ એક અગત્યનો નિર્ણય લીધો હતો, કે ખેલૈયાઓ પણ સિલેકશન રાઉન્ડ રમી શકશે અને તેઓને પણ ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આના માટે ખેલૈયાઓ એ પોતાનો પાસ ૮ વાગ્યા પહેલાં મેળવવો પડશે.

ગઈકાલે હરીશભાઇ લાખાણી (ડી. એમ. એલ. ગ્રૂપ), શૈલેષભાઈ પાબરી (જલરામ રદ્યુકુલ હોસ્પિટલ), હરીશભાઇ ચાંદરણાં, અશ્વિનભાઈ બગડાઈ, કેતનભાઈ ચાંદરાણી, અશ્વિનભાઈ બુદ્ઘદેવ, રાજુભાઇ જટાણીયા તેમજ દીકરી વ્હાલનાં દરિયા ગુજરાતી સિરિયલની જાણીતી અકટ્રેસ કિંજલ ભટ્ટ તેમજ રિદ્ઘિ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

નિર્યાયકોની ભૂમિકામાં શીતલ કરિયા, ગૃશા સોઢા, પલક સોઢા, મીરા કાનાણી, જીગ્ના પોપટ એ સેવા આપી હતી અને એ અને બી ગ્રુપના પ્રિન્સ અને પ્રિન્સેસ અનુક્રમે દર્શિત નથવાણી, રીયા બુદ્ઘદેવ, હીર બુદ્ઘદેવ, પલ કારીયા તેમજ એ અને બી ગ્રુપના વેલ ડ્રેસનાં પ્રિન્સ અને પ્રિન્સેસ તરીકે સૌમ્ય અનડકટ, ધીર્વા સેજપાલ, વિધિ કાનાબાર, શ્યામ જગદીશભાઈને મહેમાનો દ્વારા ઇનામોથી નવાજવામાં આવ્યા હતાં.

(3:50 pm IST)
  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST