Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

શ્લોગન સ્પર્ધામાં ગીતા ભટ્ટ અને દેશભકિત ડાન્સ સ્પર્ધામાં હેતસ્વી ભટ્ટ વિજેતા

રાજકોટ મહાનગરપાલિકા અને વી કેન... ગ્રુપ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજકોટમાં આવકારવા માટે શહેરના કિસાનપરા ચોક ખાતે ત્રિદિવસીય અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્વચ્છતા વિશેની શ્લોગન સ્પર્ધામાં અકિલાના પત્રકાર તુષાર ભટ્ટના પત્નિ ગીતા ભટ્ટે બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે તેમની સુપુત્રી હેતસ્વી તુષાર ભટ્ટે દેશભકિત ડાન્સ સ્પર્ધામાં સોલો વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેઓને અંતિમ દિવસે ઈનામ અર્પણ કરાયુ હતું. આ તકે વી કેન... ગ્રુપના ટ્રસ્ટી ડો. પિનાબેન કોટક સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:38 pm IST)
  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST

  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST