Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મધ્યાહન ભોજન અનાજનાં કૌભાંડમાં પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા. ૧ર :  રાજકોટ શહેરના મધ્યાહન ભોજન યોજનાના ઇન્ચાર્જ નાયબ મામલતદાર દ્વારા રાજકોટના પ્ર. નગરે પોલીસ સ્ટેશનમાં સુચક સ્કુલ શાસ્ત્રી મેદાન ખાતે ચાલતા સેન્ટ્રલાઇઝ ગોડાઉનમાંથી ગત તા. ર-૯-ર૦૧૮ના રોજ આ કામના આરોપીઓ દ્વારા મીલાપીપણું કરી ૧૦૦ ટકા ઘઉં તથા પ૦ ટકા ચોખાના જથ્થાને ૪ર૦, ૧ર૦ (બી) તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩(૧), ર (સી) (ડી)(એફ), ૭, ૮ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપીઓ કાનાભાઇ વિભાભાઇ અલગોતર (ભરવાડ), લાલાખાન રામાતુલ્લાખાન, નિઝામુદ્દીન અલીહુશેન, અર્જુનસીંગ સીતારામસીંગ શીખની પોલીસ દ્વારા તા. ર/૦૯/ર૦૧૮ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલ જેને સેશન્સ કોર્ટ દ્વારા જમીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટ શહેરના મધ્યાહન ભોજન યોજનાના ઇન્ચાર્જ નાયબ મામલતદાર દ્વારા રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં સુચક સ્કુલ શાસ્ત્રી મેદાન ખાતે ચાલતા સેન્ટ્રલાઇઝ ગોડાઉનમાંથી ગત તા. ર/૦૯/ર૦૧૮ના રોજ આ કામના આરોપીઓ દ્વારા મીલાપીપણુ કરી ૧૦૦ ટકા ઘઉ તથા પ૦ ટકા ચોખાના જથ્થાને બારોબાર વેંચી નાખવા અંગેની ફરીયાદ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૦૭, ૪૦૯, ૪ર૦, ૧ર૦ (બી) તેમજ આવશ્કય ચીજ વસ્તુ ધારોની કલમ ૩(૧), ર(સી) (ડી) (એફ), ૭,૮ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી.

આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૯ મુજબના કોઇ તત્વો ફલીત થતા નથી તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામ. સેશન્સ જજ પી.કે. સતિષકુમારએ આ કામના આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, જાહીદ એન. હિંગોરા રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(3:36 pm IST)