Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

સંપૂર્ણ તૈયારી કરી પર્ફોમ કરવું એ મારી આદત છે : સારિકા સિંહ

સારીકાસિંઘ સાથે નાનુ ગુર્જર અને રાજેશ ઐયરનો જબરદસ્‍ત સથવારો : રાજકોટમાં અન્‍વેષાના સુપર - ડુપર પરર્ફોમન્‍સના પગલે હવે બબ્‍બે ધુરંધરો સંગીતમય ધમાલ મચાવવા આવી રહ્યા છે

રાજકોટ : દેશ વિદેશમાં ધુમ મચાવનાર સારેગામાપા ફેઇમ સારિકા સિંહ પહેલીવાર રાજકોટ આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો કોઇપણ મારા પર ભરોસો મૂકી શો કરવા મને બોલાવે તો હું તે શોની તૈયારી પાછળ રાત-દિવસ લાગી જાવ છું. મારું ફોકસ બસ તે શો કઇ રીતે સફળ જાય અને લોકોએ મારી પાછળ ખર્ચેલા પૈસાનું તેઓને પુરેપુરૂ વળતર મળે તેવા મારા અનહદ પ્રયત્‍નો હોય છે. હું માનું છુ કે લોકોને યોગ્‍ય અને ભરપુર મનોરંજન મળવું જોઇએ. એ માટે સંગીતમાં સંપૂર્ણ તૈયારી કરી પર્ફોમ કરવું એ મારી કાયમ આદત રહી છે.
સારિકા સિંહ ક્‍લાસિકલ શીખ્‍યા છે. ગ્‍વાલિયર, રામપુર અને પટિયાલા ઘરાનાની તાલીલ લીધી છે. સારિકા સિંહના આત્‍માપૂર્ણ શાંત અવાજ અને ભારતીય શાષાીય સંગીતમાં તેણીની નિપુણતાને કારણે તે ભારત અને વિદેશમાં સંગીત પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. તેણીની પોતાની યુટ્‍યુબ ચેનલ ‘સરિકા સિંઘ લાઇવ' વિશ્વભરમાં ૧૦ લાખથી વધુ ઓર્ગેનિક સબ્‍સ્‍ક્રાઇબર્સ અને દર મહિને ૫૦ લાખથી વધુ વ્‍યૂઝને વટાવી ગઈ છે. સારિકાએ ઘણી બોલીવુડ/પ્રાદેશિક મૂવીઝ અને હિન્‍દી, ગુજરાતી, બંગાળી, ઉડિયા, પંજાબી, તેલુગુ અને ઘણા બધા આલ્‍બમ્‍સમાં પોતાનો મધુર અવાજ આપ્‍યો છે. હવે તેઓ તા.૧૭ સપ્‍ટેમ્‍બર ને શનિવારે રાજકોટવાસીઓને તેમના સુમધુર અવાજનો પરિચય કરાવવા આવી રહ્યા છે.
આગામી ૧૭ સપ્‍ટેમ્‍બર ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સારિકા સિંહ ‘સુનહરી યાદે' કાર્યક્રમમાં લાઇવ પર્ફોમ કરવા જઇ રહી છે. રાજકોટ ખાતે ભારતીબેન નાયક દ્વારા પ્રસ્‍તુત તાલ તરંગ સંસ્‍થાના નેજા હેઠળ સારિકા સિંહ જુના ગીતોની યદોને ફરી જીવંત કરશે. આ તકનો લાભ લેવા આજે જ તાલ તરંગ સંસ્‍થાના ભારતીબેન નાયકનો ૯૮૯૨૬ ૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્‍ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો અને ઇવેન્‍ટસનું
આયોજન : અચૂક લાભ લ્‍યો
બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો
ભારતી નાયક
૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૮૨૦૦૨ ૯૨૧૯૭

 

(4:10 pm IST)