Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મઘરવાડામાં સાપે દંશ મારતાં મહીસાગરના રાકેશનું મોત

રાજકોટ તા. ૧૨: કુાવડાવના મઘરવાડા ગામે હરેશભાઇ ટોપીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મહિસાગર જીલ્લાના રાકેશ શંકરભાઇ વડવાઇ (ઉ.૨૧)ને ગઇકાલે વાડીએ હતો ત્‍યારે પગમાં સાપે દંશ મારતાં ગંભીર હાલતમાં કુવાડવા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

મૃત્‍યુ પામનાર રાકેશ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તે પરિવારજનો સાથે રહીને વાડીમાં મજૂરી કરતો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:50 am IST)