Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગણપતિદાદાની આરાધના થકી ભકિતમય માહોલ સર્જાયોઃ વિજયભાઇ રૂપાણી

સિધ્ધિ વિનાયક ધામમાં યોજાયેલ કસુંબલ લોકડાયરા, વિવિધ રસપ્રદ સ્પર્ધાઓ, સાંસ્કૃતીક કાર્યક્રમો થકી સામાજીક સમરસતા પ્રસરી

અર્થમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું પ્રતિક બન્યો છે. દશ દિવસ સુધી ભકતજનોને સેવાનું સુખ આપનાર દુંદાળા દેવશ્રી ગણપતિદાદાના સાનિધ્યમાં ભાવિકો પૂજન-અર્ચન-મહાઆરતી થકી ગણપતિ મહારાજની આરાધના કરે છે. સર્વે ધર્મના સંતો-મહંતો આ મંગલમય પર્વમાં જોડાય છે. ઠેર-ઠેર ભકિતસભર સંગીતમય કાર્યક્રમો, વિવિધ સમાજ દ્વારા ગણપતિદાદાની આરાધના થકી સમાજમાં ભકિતપૂર્ણ માહોલ સર્જાય છે અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની એક એવી સામાજીક સમરસતાનું નિર્માણ  થાય છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ડે.મેયર અશ્વીન મોલીયા, સ્ટેન્ડીગ ચેરમેન ઉદય કાનગડ, રાજુભાઇ ધ્રુવ સહીતનાઓએ ગણપતિ મહારાજના પૂજન-અર્ચન-દર્શનનો લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે કરવામાં આવેલ જેમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રોજે રોજ થયા હતા. કોઇપણ પ્રકારની ભેટ સોગાદ કે અન્ય કોઇપણ પ્રકારની વસ્તુ લેવામાં આવતી નથી. આ ગણપતિ મંગલ મહોત્સવમાં સામાજીક સમરસતા જળવાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. રોજેરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ, સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એશોસીએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતા જોડાઇ હતી. વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આશિર્વચનો વરસાવ્યા હતા. તે અંતર્ગત ગઇ કાલે ગુજરાતન સંવેદનશીલ સરકારના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે વૈદોકત મંત્રોચ્ચારથી ગણપતિદાદાનું પૂજન-અર્ચન-દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે દેશભરમાં ગણપતિ ઉત્સવનું આયોજન કરાય છે. ભારતની આઝાદીની ચળવણ ચલાવનાર લોકમાન્ય તીલકે ભારત પર શાસન કરતા અંગ્રેજોના ત્રાસથી લોકોમાં રાષ્ટ્રવાદનું સિંચન થાય, સંગઠીત થાય અને રાષ્ટ્રભાવના પ્રબળ બને અને અંગ્રેજોના શાસનમાં થી દેશની ધરતીને આઝાદ કરાવવામાં પોતાનો સિંહફાળો આપે તેવો શુભ આશયથી ગણપતિ સ્થાપન-મંગલ મહોત્સવ ચાલુ કરાવેલ ત્યારે ગણપતિ મંગલ મહોત્સવ એટલે ખરા આ તકે સિધ્ધી વિનાયક ધામમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના ૩૭૦ અને ૩૫-એ કલમ હટાવવાના નિર્ણય 'હું ભારતીય તરીકે આવકારૂ છે'ના ઓટોગ્રાફ પેડ શહેરીજનો પોતાનો અભિપ્રાય રજુ કરી તે માટે ખૂલ્લા મુકવામાં આવેલ જેમાં ૩૭૦ અને ૩૫-એ ના ઐતિહાસિક નિર્ણયને ઓટોગ્રાફ પેડ પર સહી કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હસ્તાક્ષર કરી શુભેચ્છાસહ આવકાર્યો હતો. આ તકે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું બુકેથી સન્માન કર્યુ હતું. દરરોજ યોજાતા કાર્યક્રમના ભાગરૂપે સિધ્ધી વિનાયક ધામ ખાતે અને ગુણવંત ચુડાસમા તથા સાથી કલાકારોનો હાસ્યરસથી સભર ભવ્ય હસાયરો હસાયરો યોજવામાં આવેલ. આ કાર્યક્રમ દર્શનાર્થીઓને હાસ્યરસમાં તરબતર કરનાર અનોખો હાસ્યોત્સવ સમાન બન્યો હતો. આ કાર્યક્રમને શહેરીજનોએ મોડી રાત સુધી હજારો દર્શનાર્થીઓએ પરિવાર સાથે માણી હાસ્યરસમાં તરબોળ થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતીક સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:30 pm IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST